ગાંધીનગરની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આસારામની હાજરી - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગાંધીનગરની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આસારામની હાજરી

ગાંધીનગરની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આસારામની હાજરી

 | 8:22 pm IST

સુરતની પીડિતા સાથે દુષ્કર્મ કરવાના કેસની ગાંધીનગરમાં હાથ ધરાયેલી સુનાવણીમાં આસારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. આ કેસમાં સુનાવણી આગળ વધારવામાં આવી હતી. ગઈકાલે જજની રજા હોવાથી સુનાવણી આજ મંગળવાર પર ટાળવામાં આવી હતી. જેમાં પીડિતા હાજર રહી હતી. તેની ઉલટ તપાસ પણ કરવામાં આવ્યા બાદ, તેની તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

યૌન શોષણના કેસમાં જોધપુરની જેલમાં બંધ આસારામને ગાંધીનગરમાં સુરતની પીડિયા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં હાજરી જરૂરી હોવાથી તેમને જોધપુરથી અહિંયા લાવવાને બદલે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. આસારામની પરોક્ષ હાજરીમાં કેસની સુનાવણી આજે મંગળવારે આગળ વધારવામાં આવી હતી. પીડિતાને પણ કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવતા, તે હાજ રહી હતી. જેમાં આસારામના વકીલે પીડિતાની ઉલટતપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનિય છે કે આસારામ કેસમાં આજે સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી.  આ કેસમાં વધું  સુનાવણી આવતી કાલે બુધવારે બપોરે હાથ ધરવામાં આવશે.