આશા પારેખ જીવનગૌરવ પુરસ્કારથી સન્માનિત થયાં - Sandesh
  • Home
  • Mumbai
  • આશા પારેખ જીવનગૌરવ પુરસ્કારથી સન્માનિત થયાં

આશા પારેખ જીવનગૌરવ પુરસ્કારથી સન્માનિત થયાં

 | 12:22 am IST

। મુંબઈ ।

‘બિમલ દા મારા વડીલ છે. તેમના કારણે જ હું ફિલ્મોમાં આવી છું, નહિતર હું ડોક્ટર બની હોત અથવા બીજા કોઈ વ્યવસાયમાં હોત’, આમ કહીને પીઢ અભિનેત્રી આશા પારેખે પોતાની યાદો વાગોળી હતી. બિમલ રોયના બાવનમાં સ્મૃતિદિન નિમિત્તે ‘બિમલ રોય મેમોરિયલ ફિલ્મ સોસાયટી’ તરફથી આપવામાં આવતો જીવનગૌરવ પુરસ્કાર આશા પારેખે પીઢ અભિનેત્રી સુલોચનાના હાથે સ્વીકાર્યો હતો. સ્વાતંત્ર્ય વીર સાવરકર સ્મારક ટ્રસ્ટમાં આ કાર્યક્રમ હાલમાં જ યોજાયો હતો. આશા પારેખ માત્ર આઠ-નવ વર્ષના હતા, ત્યારે બિમલ દાએ તેમને અભિનય કરવાની પહેલી તક આપી હતી. ‘અભિનય કારકિર્દી દરમિયાન સુલોચના દીદી પાસેથી અભિનયની ઘણી જાણકારી મળી હતી. તેનાં કારણે જ બિમલ દા અને સુલોચનાબાઈનું મારાં જીવનમાં વિશેષ સ્થાન છે’ એમ આશા પારેખે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આશા પારેખ અને બિમલ રોયની ફિલ્મનાં ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;