Ashadh sud agyaras ominous for only two zodiac signs, know today's horoscope
  • Home
  • Videos
  • Featured Videos
  • અષાઢ સુદ અગ્યારસ માત્ર બે રાશિ માટે અશુભ, જાણો આજનું રાશિફળ

અષાઢ સુદ અગ્યારસ માત્ર બે રાશિ માટે અશુભ, જાણો આજનું રાશિફળ

 | 7:00 am IST

રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

મેષ
આજનો દિવસ સારો છે, પતિ પત્નીનાં સંબંધોમાં સુધારો જણાય, ભાગીદારીવાળા વ્યવસાયમાં લાભ થાય, આરોગ્યની કાળજી રાખવી

વૃષભ
આજનો દિવસ સારો છે, મોસાળપક્ષથી લાભ થાય, મામા સાથેના સંબંધો મધુર બને, ખોટા ખર્ચથી બચવાની જરુર છે

મિથુન
આજનો દિવસ મધ્યમ રહે, શેરસટ્ટામાં રોકાણથી આજે દૂર રહેવુ, પ્રેમસંબંધમાં નાના મોટા વાદવિવાદ થઈ શકે, સંતાનની ચિંતા સતાવે

કર્ક
આજનો દિવસ મધ્યમ રહે, પિતા સાથેના મતભેદ દૂર થઈ શકે, જમીનનાં દસ્તાવેજા ન કરવા, સમજી વિચારીને કોઈપણ કાર્ય કરવુ

સિંહ
આજનો દિવસ શુભ છે, બહેનો સાથેના વાદવિવાદનો ઉકેલ આવે, સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ દૂર થાય, આજનો દિવસ ખુશીઓથી ભરપુર રહેશે

કન્યા
આજનો દિવસ મધ્યમ રહે, વાણી પર સંયમ રાખવો, આજે મૌન વ્રત તમારા માટે શુભ છે

તુલા
આજનો દિવસ શ્રેષ્ઠ છે, ઓછી મહેનતે વધુ સફળતા મળે, અણધાર્યા કાર્યો થઈ શકે, માન સન્માનમાં વૃદ્ધિ થાય

વૃશ્ચિક
આજનો દિવસ અશુભ છે, આજે લીધેલ નિર્ણયો ખોટા સાબિત થાય, કોર્ટ કચેરીથી દૂર રહેવુ, બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવુ

ધન
આજનો દિવસ સારો છે, ફસાયેલા નાણાંનો ઉકેલ આવી શકે, કરેલી મહેનત રંગ લાવે, વિદેશગમનનાં પ્રશ્નોનો ઉકેલ આવે

મકર
આજનો દિવસ સારો છે, બેરોજગારો માટે નોકરીની ઉત્તમ તક છે, વ્યવસાયને લઈને યાત્રા કરવી પડે, ધાર્મિક કાર્યો કરવા માટે શુભ દિવસ

કુંભ
આજે ભાગ્યનો સાથ મળે, પ્રવાસ યાત્રા માટે શુભ દિવસ

મીન
આજનો દિવસ અશુભ છે, સ્વાસ્થ્યને લઈને ચિંતામાં વધારો થાય, વિદેશગમનને લગતી બાબતોમાં મુશ્કેલી આવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન