Ashes of Funeral Pyre Holi in Varanasi
  • Home
  • Astrology
  • 350 વર્ષોથી ચાલી રહી છે સ્મશાનમાં ભસ્મથી ઘુળેટી રમવાની પરંપરા

350 વર્ષોથી ચાલી રહી છે સ્મશાનમાં ભસ્મથી ઘુળેટી રમવાની પરંપરા

 | 2:00 pm IST

ધર્મ નગરી કાશીની દરેક પરંપરા અનોખી છે. તેમાંથી એક છે હોળીનો તહેવાર. આ પરંપરા મુજબ ત્યાં હોળીના તહેવાર પહેલા મહાસ્મશાનમાં ચિતા ભસ્મથી હોળી રમવાની પરંપરા છે. રંગભરી એકાદશીના દિવસે ભગવતી ગૌરા(મા પાર્વતી)ને વિદાય આપયાના બીજા દિવસે એટલે કે 18મી માર્ચે મહાદેવના ભક્તોએ મણિકર્ણિકા ઘાટ પર ચિતા ભસ્મથી હોળી રમી. આ પરંપરા લગભગ 350 વર્ષથી ચાલી રહી છે.

પૌરાણિક માન્યતાઓ મુજબ બસંત પંચમીથી બાબા વિશ્વનાથના વૈવાહિક કાર્યક્રમની જે શરૂઆત થયા છે એ હોળી સુધી ચાલે છે. મહાશિવરાત્રીએ લગ્ન અને હવે રંગભરી એકાદશીએ ગૌરાની વિદાય થઈ. તેના પછીના દિવસે બાબા વિશ્વનાથે તેમના જાનૈયાઓ સાથે મહાસ્મશાન પર દિગંબર સ્વરૂપે હોળી રમી.

તમને જણાવી દઈએ કે મણિકર્ણિકા ઘાટ પર ચિતા ભસ્મથી ‘મસાને કી હોલી’ રમવાની પરંપરાનું અનુસરણ પૌરાણિક કાળમાં સંન્યાસી અને ગૃહસ્થ સાથે મળીને કરે છે. જ્યારે કાલાંતરમાં આ પ્રથા લુપ્ત થઈ હતી. લગભગ 25 વર્ષ પૂર્વ મણિકર્ણિકાના લોકો અને સ્મશાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ પરિવારના સદસ્યોએ આ પરંપરાને ફરીથી શરૂ કરી તો દેશ-વિદેશથી મોટા ભાગે લોકો આને જોવા માટે આવ્યા.

આ વખતે પણ મણિકર્ણિકા ઘાટ પર સ્મશાનેશ્વર મહાદેવ મંદિરની મહાઆરતી થઈ. તેના પછી સળગતી ચિતાઓ વચ્ચે કાશીના 51 સંગીતકારોએ તેમના ઉપકરણોથી સંગીતનો રસ ફેલાવ્યો અને ચિતા ભસ્મ સાથે ધુળેટી રમવાની શરૂઆત થઈ. એવું કહેવામાં આવે છે કે અહીં ભૂત-પ્રેત, સાપ બધાની સાથે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. શિવરાત્રીથી જ મર્ણિકર્ણિકા ઘાટ પર ધુળેટી રમવાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. ચિતાઓથી ભસ્મને સંપૂર્ણ રીતે સાફ કરી એકત્ર કરવામાં આવે છે અને પછી ધુળેટી રમવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે મૃત્યુ બાદ જે પણ મણિકર્ણિકા ઘાટ પર અંત્યેષ્ટિ માટે આવે છે બાબા વિશ્વનાથ તેમને મુક્તિ આપે છે. એટલુ જ નહીં પરંતુ બાબા વિશ્વનાથ તેમની સાથે હોળી પણ રમે છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે કાશી નગરીમાં જેની મૃત્યુ થાય છે તેને શિવત્વ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિના ત્રણે ગુણ સત, રજ અને તમ આ નગરીમાં સમાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન