ashes 2019 steve smith equals sunil gavaskars 48 year old tallyof 774 runs
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટની દુનિયાનો તુક્કો સાબિત થયો આ ખેલાડી, ગાવસ્કર પણ થઇ ગયા ચકિત

ક્રિકેટની દુનિયાનો તુક્કો સાબિત થયો આ ખેલાડી, ગાવસ્કર પણ થઇ ગયા ચકિત

 | 5:10 pm IST

હામલાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલના મેદાનામાં એશેઝ સિરીઝ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ટેસ્ટ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 135 રને હરાવ્યું હતું. આ જીત બાદ ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચોની એશિઝ સિરીઝ 2-2થી ડ્રો કરાવવામાં સફળ રહી હતી. સિરીઝ ડ્રો કરાવ્યા છતાં ઓસ્ટ્રેલિયાએ એશેઝ સિરીઝ પર કબજો જાળવી રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ગત એશેઝ સિરીઝ જીતી હતી, તેથી આ એશેઝ કાંગારૂઓ પાસે રહેશે.

આ સિરીઝમાં 30 વર્ષીય સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડમાં એશેઝ સિરીઝની અંતિમ ઇનિંગ બાદ ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું દર્શકોએ ઊભા થઈને સ્વાગત કર્યું હતું. રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમ મેચના ચોથા દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહી હતી, પરંતુ સ્મિથ માત્ર 23 રન બનાવી આઉટ થયો હતો. સિરીઝમાં પ્રથમવાર બન્યું કે, સ્મિથ 50 રનથી ઓછા સ્કોર પર આઉટ થયો હતો. એશેઝમાં પોતાના સૌથી વધુ 774 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી સ્ટીમ સ્મિથ 937 અંકો સાથે પ્રથમ સ્થાને કાયમ છે. તે બીજા નંબર પર રહેલા વિરાટ કોહલીથી 34 અંકોની દૂરી પર છે.

વિશ્વના નંબર-1 ટેસ્ટ બેટ્સમેન સ્મિથે સિરીઝ દરમિયાન 110થી વધુની સરેરાશની સાથે 774 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ક્રમશઃ 144, 142, 92, 211, 92, 80 અને 23 રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઇએ કે, સ્મિથના આ 774 રન 1994 બાદ કોઈપણ ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક રન છે. 25 વર્ષ પહેલા બ્રાયન લારાએ એક સિરીઝમાં 798 રન બનાવ્યા હતા.

સ્ટીવ સ્મિથે હાલની એશિઝ સિરીઝમાં પાંચ ટેસ્ટ મેચોમાંથી 4 ટેસ્ટ મેર રમી અને 774 રન બનાવ્યા. સ્મિથ ઈજાને કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર રહ્યો હતો. બીજીતરફ સુનીલ ગાવસ્કર પણ 1971મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 મેચોની સિરીઝમાં 4 મેચ રમ્યા હતા અને 774 રન બનાવ્યા હતા. ત્યારે ગાવસ્કરે આંગળીમાં ઈજાને કારણે સિરીઝની પ્રથમ ટેસ્ટ મિસ કરી હતી.

આ વીડિયો પણ જુઓ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ શિક્ષક પર હુમલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન