Ashes test kennington oval london 5th test steve smith jofra archer
  • Home
  • Sports
  • Cricket
  • Ashes test સ્મિથની મહેનત પર આર્ચરે ફેરવ્યું પાણી, ઓસ્ટ્રેલિયાના ભુંડા હાલ

Ashes test સ્મિથની મહેનત પર આર્ચરે ફેરવ્યું પાણી, ઓસ્ટ્રેલિયાના ભુંડા હાલ

 | 12:28 pm IST

શાનદાર પ્રદર્શન કરી રહેલા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે એક વાર ફરી અર્ધી સદી ફટકારી પોતાની ટીમને સંકટમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ઈગ્લેન્ડના ઝડપી બોલર જોફા આર્ચરની સામે સ્મિથ સિવાય કોઈ ઓસ્ટ્રેલિયાઈ બોલર રન કરી શક્યા નહી. બંને ટીમો વચ્ચે રમાતી એશેઝ સીરીઝમાં પાંચમી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે આ બંને જ ખેલાડીઓનો દબદબો રહ્યો.

ધ ઓવલ મેદાન પર રમાતા આ મેચમાં ઈગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પહેલી પારીમાં 225 રન પર રસ્તો બતાડી દીધો. જો સ્મિથ 80 રનની મેચ રમી શક્યો હોત તો ઓસ્ટ્રેલિયા પહેલા જ મેદાન પરથી હટી ગયુ હોત. આર્ચેરે 6 વિકેટ ઝડપી અને બેટ્સમેનનું વિકેટ પર ટકવું મુશ્કેલ કરી દીધુ.

ઈગ્લેન્ડે પહેલી શૃંખલામાં 264 રન બનાવ્યા, તો બીજી પારીમાં 69 રનની સરસાઈ સાથે મેદાનમાં ઉતર્યા તો બીજા દિવસની મેચ સમેટાઈ ત્યારે ઇગ્લેન્ડે પોતાની બીજા દાવમાં કોઈ વિકેટ ખોયા વગર સરસાઈ સાથે 78 રન બનાવ્યા. રોરી બર્ન્સ ચાર અને જો ડેનલી એક રન બનાવી મેચ રમી રહ્યા છે.

દિવસની શરૂઆત ઇગ્લેન્ડ તરફથી જ થઈ હતી. તો બીજા દિવસે મેદાન પર પોતાની પારીનો સ્કોર આઠ વિકેટના નુકસાન પર 271 રન સાથે ઉતર્યુ હતુ. મેજબાન ટીમે પોતાની બાકી બે વિકેટ બીજા દિવસે 23 રનોનો વધારા સાથે કરી ગુમાવી હતી.

જોસ બટલરે પોતાના ખાતામાં 6 રન જોડીને 70ના સ્કોર પર આઉટ થયો જૈક લીચના રૂપે ઈગ્લેન્ડે પોતાની છેલ્લી વિકેટ ગુમાવી. માર્શે કુલ પાંચ વિકેટ પોતાના નામે કરી. પૈટ કમિંસે ત્રણ અને જોશ હેઝલવુડે બે ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

સ્મિથ અને માર્નસ લાબુશેને ઓસ્ટ્રેલિયાને સંભાળવાના પ્રયાસમાં ત્રીજી વિકેટ માટે 69 રન જોડ્યા. લાબુશેન 83ના સ્કોર પર આર્ચરના દડાથી LBW થયો. સ્મિથને ત્યારબાદ કોઈનો સાથ ન મળ્યો. મૈથ્યુ વેડ પણ ઝડપથી આઉટ થયો. ઓસ્ટ્રેલિયાએ લાબુશેન અને વેડની વિકેટ ગુમાવી મોટી કિંમત ચુકવી.

આ Video જુઓ: બોપલ- ઘુમા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનો અભાવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન