આશિષ નેહરા અને ગેરી કર્સ્ટન RCBની કોચિંગ ટીમ સાથે જોડાયા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આશિષ નેહરા અને ગેરી કર્સ્ટન RCBની કોચિંગ ટીમ સાથે જોડાયા

આશિષ નેહરા અને ગેરી કર્સ્ટન RCBની કોચિંગ ટીમ સાથે જોડાયા

 | 4:17 am IST

બંએગ્લુરૂ, તા.૨

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અને કોચ ગેરી કર્સ્ટર્ન આઇપીએલની ૧૧મી સિઝન માટે રોયલ બેંગ્લુરૂ ચેલેન્જર્સની કોચિંગ ટીમ સાથે જોડાયા છે. આ સિઝનમાં તેઓ ટીમના મેન્ટર તરીકેની ભૂમિકા ભજવશે. ગેરી કર્સ્ટર્ને ગત અઠવાડિયે આરસીબીની ટીમ સાથે કરાર કર્યો હતો. આઇપીએલની કોઇ ટીમ સાથે કર્સ્ટર્ને બીજી વખત જોડાયો છે. આ પહેલાં ૨૦૧૫ની સિઝનમાં કર્સ્ટર્ન દિલ્હી ડેરડેવિલ્સના કોચ પદે પોતાની ફરજ નિભાવી ચૂક્યો છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ સ્પિનર અને કેપ્ટન ડેનિયલ વેટ્ટોરીએ ટીમના મુખ્ય કોચનું પદ જાળવી રાખ્યં છે. આ ઉપરાંત ટ્રેન્ટ વુડહીલ અને એન્ડ્ર્યુ મેકડોનાલ્ડની ભૂમિકામાં બદલાવ કરવામાં આવ્યો છે. વુડહીલને યુવા બેટ્સમેનોના વિકાસ માટે, ફિલ્ડિંગ અને વિષ્લેષણની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓફ સિઝન દરમિયાન તેઓ ફ્રેન્ચાઇઝી માટે યુવા ટેલેન્ટની પણ શોધ કરશે. આ પહેલાં બોલિંગ કોચ તરીકેની ફરજ નિભાવી ચૂકેલા મેકડોનાલ્ડ હવે બોલિંગ વિશ્લેષણ અને બોલરોની પ્રતિભાના વિકાસમાં ધ્યાન આપશે. ઉલ્લેખનીય છે કે આઇપીએલની લિલામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ થવાની છે.