NIFTY 10,096.40 +111.60  |  SENSEX 32,182.22 +348.23  |  USD 65.0800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • નહેરાની સ્પષ્ટતા- દિલ્હીમાં હશે ફેરવેલ મેચ, પછી IPL પણ રમશે નહી

નહેરાની સ્પષ્ટતા- દિલ્હીમાં હશે ફેરવેલ મેચ, પછી IPL પણ રમશે નહી

 | 6:30 pm IST

ટીમ ઈન્ડિયાનો રાઈટામ ફાસ્ટ બોલર આશીષ નહેરાએ આજે જાહેરાત કરી છે કે, તેઓ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ એક નવેમ્બરે થનાર ટી-20 મેચ બાદ આંતરાષ્ટ્રીય મેચને અલવિદા કહી દેશે. તેમના હોમગ્રાઉન્ડમાં રમાનાર આ મેચ તેમની અંતિમ મેચ હશે.

નહેરાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની અંતિમ અને નિર્ણાયક ટી-20 મેચ પહેલા પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું, ” એવા સમયે રિટાયર થવું સારૂ લાગે છે જ્યારે લોકો ‘કેમ નહી’થી વધારે ‘કેમ’ પ્રશ્ન પૂછે છે. મે ટીમ મેનેજમેન્ટ અને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ સાથે વાત કરી છે. મારા માટે ઘરેલૂ દર્શકો સામે ખેલને અલવિદા કહેવાથી વધીને બીજું કંઈ જ નથી.”

નહેરાએ કહ્યું, દિલ્હીના ફિરોજશાહ કોટલાના મેદાન પર જ 20 વર્ષ પહેલા મે પોતાની પહેલી રણજી મેચ રમ્યો હતો. હું હંમેશા સફળતા સાથે નિવૃતિ લેવા ઈચ્છતો હતો. મને લાગે છે કે, આજ સાચો સમય છે અને મારા નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.

38 વર્ષિય નહેરાએ હેડ કોચ રવિશાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીને આ નિર્ણયની જાણકારી આપી દીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ 22 ઓક્ટોબરથી ત્રણ મેચોની વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરીઝ રમશે. ત્યાર બાદ 2018માં એકપણ આંતરાષ્ટ્રીય ટી-20 મેચ રમાવાની નથી. નહેરાએ કહ્યું કે, સારૂ પ્રદર્શન કરી રહેલ યુવાઓને તક આપવામાં આવવી જોઈએ. તેમને તે પણ કહ્યું કે, તેઓ હવે આઈપીએલ પણ રમશે નહી.

ભારત માટે 1999માં પહેલી મેચ રમનાર નહેરાએ 117 ટેસ્ટ, 120 વનડે અને 26 ટી-20 મેચ રમી ચૂક્યા છે. નહેરાએ 44 ટેસ્ટ, 157 વનડે અને 34 ટી-20માં વિકેટ પોતાના નામે કરી છે.