ashok kumar a divyang student whose nana patekar mimicry video is viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: જાણે બીજો નાના પાટેકર જ જોઈ લો, 20 વર્ષનો દિવ્યાંગ યુવક મિમિક્રી કરે એટલે ભલભલા…

VIDEO: જાણે બીજો નાના પાટેકર જ જોઈ લો, 20 વર્ષનો દિવ્યાંગ યુવક મિમિક્રી કરે એટલે ભલભલા…

 | 5:22 pm IST

સામાન્ય રીતે લોકોમાં દિવ્યાંગને જોવાનો નજરિયો જ વાહિયાત થઈ ગયો છે. જેમ રોટલીની કોર કાઢે એમ સમાજે નિર્દોષ દિવ્યાંગને અવગણ્યા છે. આ બધું આપણી સામે બનતી ઘટનાઓ પરથી સાબિત થઈ જશે. પરંતુ એવામાં એક દિવ્યાંગે એવું કારનામું કર્યું કે જે લોકો આવી વાતો કરે એના પર મોટી લપડાક છે.

અશોક કુમાર નામનો આ દિવ્યાંગ યુવકની ખુબ બોલબાલા છે. તે આંખોથી જોઈ નથી શકતો પણ સાંભળવાનો મોટો શોખીન છે. નાનપણથી જ રેડિયો અને ટીવી સાંભળતો. આ શોખના લીધે જ તેનો એક કલાકાર તરીકે જન્મ થયો. અશોક મિમિક્રી કરે છે. નાના પાટેકરની એવી મિમિક્રી કરે કે સાંભળનાર તો ગાંડો થઈ જાય.

લોકો આ યુવાનના દિવાના થઈ રહ્યા છે. અશોક હિમાચલ પ્રદેશમાં એક સરકારી આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 15 નવેમ્બરના રોજ અશોકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલમાં તેને 4 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો એટલા વખાણ કરી રહ્યા છે કે દિવ્યાંગની છાપ લોકોમાં બદલાઈ રહી છે.

અશોક હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના એક ગામનો મુળ નિવાસી છે. તે અને તેની મોટી બહેન બન્ને દિવ્યાંગ છે. નાનપણમાં જ માતા પિતા બન્નેને છોડીને ક્યાંક જતાં રહ્યા. એવામાં દાદા-દાદીએ તમામ જિમ્મેદારી સંભાળી. તો જુઓ આ અશોકનો જઓરદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન