do Darshana of AshtaVinayaak Shaktipith temple of Mahaarashtra
  • Home
  • Astrology
  • આ આઠ ગણેશ શક્તિપીઠના દર્શનથી પૂરી થાય છે અષ્ટસિદ્ધિની કામના

આ આઠ ગણેશ શક્તિપીઠના દર્શનથી પૂરી થાય છે અષ્ટસિદ્ધિની કામના

 | 6:41 pm IST

ગણનાયક ગણપતિ એ રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને સદૈવ મંગળ કરનારા સૌ પ્રથમ આરાધ્ય દેવ છે. ગણપતિની પૂજા- પ્રાર્થના અને સાધના કે યાત્રા વ્યક્તિને અનંત સુખોની પ્રાપ્તિ કરાવે છે. ગણપતિના અનેક મંદિરો છે પણ મહારાષ્ટ્રમાં ગણપતિનું વિશેષ મહત્વ અને સ્થાન પણ છે. મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ભારે ભાવનાત્મક ઉજવણી થાય છે. મહારાષ્ટ્રમાં આવેલા ગણપતિ મંદિરમાં સૌથી પૂજનીય અને વિશેષ મહત્વ અષ્ટ વિનાયક ધરાવે છે. આ અતિ પ્રાચીન મંદિરોને ગણપતિની શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ આઠેય મંદિરોમાં ગણપતિની આઠ સ્વયંભૂ મૂર્તિઓ બિરાજે છે. આ પવિત્ર મૂર્તિઓના દર્શનની યાત્રાને અષ્ટવિનાયક યાત્રા કહેવામાં આવે છે. તો ચાલો આપણે પણ કરીએ અષ્ટ વિનાયકની યાત્રા અને ભાવપૂર્ણ દર્શન..

1. શ્રી મયૂરેશ્વર વિનાયક- મોરગાઓ

2. શ્રી સિદ્ધિ વિનાયક -સિદ્ધટેક

3. શ્રી બલ્લાલેશ્વર વિનાયક – પાલી મહારાષ્ટ્ર

4. શ્રી વરદ વિનાયક – મહાડ

5. શ્રી ચિંતામણી વિનાયક – થેઉર

6. શ્રી ગિરિજાત્મજા વિનાયક – લેન્યાદ્રી

7. શ્રી વિધ્નેશ્વર વિનાયક – ઓજાર – પૂના

8. શ્રી મહાગણપતિ વિનાયક – રાનજનગાવ