Rape Case: Ashubhai Original Name Ashu Khan at Delhi
  • Home
  • Featured
  • પંચર બનાવનાર આસિફ આશુ ભાઇ ગુરૂજી બની ગયો કરોડોનો આસામી

પંચર બનાવનાર આસિફ આશુ ભાઇ ગુરૂજી બની ગયો કરોડોનો આસામી

 | 2:34 pm IST

મહિલા અને તેની 16 વર્ષની દીકરીના ગેંગરેપના આરોપી સ્વયંભૂ બાબા આશભાઇ અંગે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. દિલ્હીના પોશ વિસ્તાર હૌજ ખાસમાં આશ્રમ બનાવનાર આશુ બાબા નામ બદલીને લોકોની આંખોમાં ધૂળ ફેંરતો રહ્યો હતો. આશુ બાબાનું અસલી નામ આસિફ ખાન છે, પરંતુ જ્યોતિષી બની કમાણીના ઇરાદાથી નામ બદલીને આશુ ભાઇ બની ગયા. એટલું જ નહીં તેઓ લોકોને કર્મકાંડના નામ પર મોટી રકમ પણ ચાઉં કરતો હતો. આજે આશુ ભાઇ ગુરૂજીના નામે કરોડોની સંપત્તિ હોવાની પણ ચર્ચા છે.

સૂત્રોના મતે સોમવારના રોજ પોલીસની તરફથી એફઆઇઆર નોંધાવ્યા બાદથી જ આસિફ ખાન ફરાર થઇ ગયો છે. આસિફ ખાન આશુ બાબા બની લોકોને ઠગવાની સફર પણ એક રસપ્રદ છે. 1990ના શરૂઆતના સમયમાં તે વજીરપુરની જેજે કોલોનીમાં એક સાઇકલ રિપેરિંગની દુકાન ચલાવતો હતો. તેના થોડાંક દિવસ બાદ તે ઉત્તર દિલ્હીના સરાયા રોહિલ્લા વિસ્તારમાં શિફટ થઇ ગયા અને ત્યાં જ્યોતિષી તરીકે કામ કરવા લાગ્યા. જોત જોતામાં તેમના તમામ અનુયાયી બની ગયા હતા.

થોડાંક દિવસ બાદ આસિફ ખાને પોતાની દુકાન બંધ કરી દીધી અને નામ કમાવા માટે ટેલિવિઝન ચેનલોના સંપર્કમાં આવ્યો. ટીવી કાર્યક્રમોમાં તે લોકોના બેડ લકને ખત્મ કરવાનો દાવો કરતો હતો. પોતાના પ્રમોશનલ વીડિયોમાં તે ટ્રક ડ્રાઇવર અને રિક્ષાવાળાને પોતાના આશીર્વાદથી લખપતિ બનાવાનો દાવો કર્યા કરતો હતો. તેના લીધે હરિયાણા અને યુપીમાં પણ તેના અનુયાયી થઇ ગયા હતા.

દિલ્હીના પહાડગંજની જ બે મહિલાઓએ મંગળવારના રોજ દાવો કર્યો હતો કે ચેનલ પર આશુ બાબાને જોયા બાદ તેના ફોલોઅર થઇ ગયા હતા. તેમને જ્યારે તેની મુલાકાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો પહેલી મીટિંગની ફી 25000 રૂપિયા જણાવી હતી. એક મહિલાએ કહ્યું કે અમે તેમની હૌજ ખાસમાં આવેલ આશ્રમમાં મુલાકાત કરવા માટે ગયા હતા. પરંતુ એ સમયે જ અમને ઝાટકો લાગ્યો, જ્યારે ખબર પડી કે તેમની વિરૂદ્ધ પોલીસે કેસ નોંધેલો છે.