ટિમ પેનના સ્લેજિંગનો અશ્વિને આપ્યો જોરદાર જવાબ, ભારત આવતા ગભરાશે AUS કેપ્ટન

ભારત અને ઑસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ડ્રૉ (Third Test Draw) ગઈ. પાંચ-પાંચ ઘાયલ (Injured) ક્રિકેટર્સ વાળી ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં એવી મજા ચખાડી કે ફેન્સ પણ ભાવુક થઈ ગયા. કૉમેન્ટ્રી (Commentary) કરી રહેલા પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર (Sanjay Manjrekar) ઑન-એર જ રડી પડ્યા. એ ક્ષણ જ એવી હતી, જ્યારે હનુમા વિહારી (Hanuma Vihari) અને રવિચંદ્રન અશ્વિને (Ravichandra Ashwin) ઑસ્ટ્રેલિયાઈ બૉલરોના દરેક હુમલાને અસફળ કરી દીધા ત્યારે તેમની પાસે હાથ મિલાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો. મેચ ભલે ડ્રો રહી, પરંતુ આ જીત હતી ભારતીય ક્રિકેટરોની હિંમત અને ઝનૂની.
કાંગારૂઓએ આખી ટેસ્ટમાં માઇન્ડ ગેમ રમી
Conversation between Tim Paine and Ravi Ashwin.
Paine: "Can't wait for the Gabba Test".
Ravi Ashwin: "Can't wait to see you in India, that will be your last series". pic.twitter.com/0yWs9jLUqW
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2021
ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 319 રન હતો. નાથન લિયોન સહિત ઑસ્ટ્રેલિયાના તમામ બૉલરો એ પ્રયત્નમાં હતા કે રવિ અશ્વિન અને હનુમા વિહારીમાંથી કોઈ એકને પેવેલિયન મોકલવામાં આવે, પરંતુ બંનેએ ક્રીઝ પર એવો ખૂંટો ભરાવ્યો કે ઑસ્ટ્રેલિયનો બેબાકળા થઈ ગયા. કાંગારૂઓએ આખી ટેસ્ટમાં માઇન્ડ ગેમ રમી અને ફરી શરૂ કરી. સ્ટમ્પ્સ પાછળ રહેલા ઑસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને અશ્વિનનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એવો જવાબ મળ્યો કે તે પછી કંઈ કહી ના શક્યો.
ભારત આવીશ એ તારી અંતિમ સિરીઝ હશે
પેને અશ્વિનને કહ્યું કે, “હવે ગાબા ટેસ્ટ માટે વધારે રાહ નથી જોઇ શકતો.” આગામી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબામાં થવાની છે. આના પર અશ્વિને કહ્યું કે, “તને ભારતમાં જોવાનો ઇંતઝાર રહેશે. તે તારી અંતિમ સિરીઝ હશે.” ત્યારબાદ પેન થોડીકવાર તો કંઈ બોલી ના શક્યો અને પછી તેણે અશ્વિન માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો. પેન જ નહીં, ઑસ્ટ્રેલિયાના દરેક ખેલાડીએ અશ્વિન અને વિહારીને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. શૉર્ટ લેગ પર મેથ્યૂ વેડ તરફ જ્યારે અશ્વિને એક બૉલ રમ્યો તો ત્યારે તે કંઈક એ રીતે અશ્વિન સામે દોડ્યો કે જાણે તે ડરાવવા ઇચ્છતો હોય.
અશ્વિન અને વિહારી આગળ કાંગારુઓનું કંઈ ચાલ્યું નહીં
આ દરમિયાન ઑસ્ટ્રેલિયાઈ ખેલાડીઓએ શરમજનક રીતે વેડનો ઉત્સાહ વધાર્યો. ત્યારબાદ વેડે એવી એક્ટિંગ કરી કે જાણે તેને ઈજા થઈ છે. હકીકતમાં તે અશ્વિનની મજાક ઊડાવી રહ્યો હતો જેને પેટ કમિન્સની ઑવરમાં પાંસળીમાં બૉલ વાગ્યો હતો. જો કે અશ્વિન અને વિહારી આગળ કાંગારુઓનું કંઈ ચાલ્યું નહીં. બંનેએ મળીને મેચ ડ્રો ખેંચી. અંતિમ દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ભારતે 5 વિકેટે 334 રન બનાવ્યા. દિવસની રમત એક ઑવર બચી હતી, ત્યારે બંને ટીમોએ પરસ્પર સહમતિથી ના રમવાનો નિર્ણય લીધો.
આ વિડીયો પણ જુઓ: ધીમે ધીમે શિક્ષણ રાબેતા મૂજબ શરૂ કરવાનો પ્રયાસ : સીએમ રૂપાણી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન