પ્રીતિ ઝિન્ટા પાસે અશ્વિનને છે ખાસ અપેક્ષા, કહી નાખ્યું જાહેરમાં - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પ્રીતિ ઝિન્ટા પાસે અશ્વિનને છે ખાસ અપેક્ષા, કહી નાખ્યું જાહેરમાં

પ્રીતિ ઝિન્ટા પાસે અશ્વિનને છે ખાસ અપેક્ષા, કહી નાખ્યું જાહેરમાં

 | 1:17 pm IST

અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબે આઈપીએલ-11 માટે યુવરાજસિંહ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર અને આર. અશ્વિન જેવા ધૂરંધરોને ખરીદી લીધા છે. આ ધૂરંધરો પૈકી કોઈ એકને ટીમના કેપ્ટન બનાવવામાં આવશે.

આ ખેલાડીઓમાંથી એક આર. અશ્વિને ટીમના કેપ્ટન બનવાની ઈચ્છા જાહેર કરી છે. કિંગ્સ ઈલેવન પંજાબે અશ્વિનને રૂ. 7.6 કરોડમાં ખરીદ્યો છે.

ચેન્નાઈમાં ગુજરાત સામેની વિજય હઝારે ટ્રોફીની મેચ વખતે અશ્વિને કહ્યું હતું કે તેઓ તેમના રાજ્યની ટીમના કેપ્ટનપદે રહ્યા હતાં. મને કિંગ્સ ઈલેવન પંજાબનો કેપ્ટન બનાવવામાં આવે તો તેઓ આ ભૂમિકા સારી પેઠે નિભાવી જાણશે. જોકે હજુ સુધી કેપ્ટન અંગે કોઈ જ વાતચીત થઈ નથી.

31 વર્ષના અશ્વિને જણાવ્યું હતું કે મેં જોકે ટી-20 ફોર્મેટમાં તેમના રાજ્ય તમિલનાડુના કેપ્ટનની જવાબદારી ઉઠાવી નથી. આમ તો હું કોઈ તક જતી કરતો નથી.

કિંગ્સ ઈલેવન પંજાબે અક્ષર પટેલને રૂ. 6.75 કરોડ, આર.અશ્વિનને રૂ. 7.6 કરોડ, યુવરાજસિંહને રૂ. 2 કરોડ, વરુણ નાયરને રૂ. 5.6 કરોડ, લોકેશ રાહુલને રૂ. 11 કરોડ, ડેવિડ મિલરને રૂ. 3 કરોડ, એરોન ફિંચને રૂ. 6.2 કરોડ, માર્કસ સ્ટોઈનિસને રૂ. 6.2 કરોડ, મંયક અગ્રવાલને રૂ. 1 કરોડ, અંકિતસિંહ રાજપૂતને રૂ. 3 કરોડ, એન્ડ્રુ ટાઈને રૂ. 7.2 કરોડ, મુજીબ જાદરાનને રૂ. 4 કરોડ, મોહિત શર્માને રૂ. 2.4 કરોડ, બલિંદર સરાંને રૂ. 2.2 કરોડ, ક્રિસ ગેલને રૂ. 2 કરોડ, બેન ડ્વોશ્ઈને રૂ. 1.4 કરોડ, અક્ષદિવનાથને રૂ. 1 કરોડ, મનોજ તિવારીને રૂ. 1 કરોડ, મંજૂર દાર, પ્રદીપ સાહુ અને મયંક ડાગરને રૂ. 20-20 લાખમાં ખરીદી લીધા છે.