દેવધર ટ્રોફીમાંથી બહાર થયો ઇન્ડિયા-એનો કેપ્ટન, આ છે કારણ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • દેવધર ટ્રોફીમાંથી બહાર થયો ઇન્ડિયા-એનો કેપ્ટન, આ છે કારણ

દેવધર ટ્રોફીમાંથી બહાર થયો ઇન્ડિયા-એનો કેપ્ટન, આ છે કારણ

 | 6:08 pm IST

રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે ચારથી આઠ માર્ચ દરમિયાન ધર્મશાલા ખાતે યોજાનાર દેવધર ટ્રોફીમાંથી ખસી ગયો છે. બીસીસીઆઈના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, અશ્વિનને સામાન્ય ઈજા છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને આરામ આપવાની સલાહ આપી છે.

દેવધર ટ્રોફીમાં અશ્વિનને ભારત એ ટીમનો કેપ્ટન બનાવાયો હતો. બીસીસીઆઈના નિવેદન મુજબ અશ્વિનના પગમાં ઈજા હોવાને કારણે એક અઠવાડિયા સુધી આરામની સલાહ અપાઈ છે.

છેલ્લા ઘણા સમયથી સીમિત ઓવરોમાંથી બહાર કરાયેલા અશ્વિન પાસે 50 ઓવરની દેવધર ટ્રોફીમાં પોતાની છાપ છોડવાની તક હતી પરંતુ તે બહાર થતાં શાહબાઝ નદીમને ટીમમાં સામેલ કરાયો છે. અશ્વિન ખસી જતાં ભારત એ ટીમના કેપ્ટન તરીકે અંકિત બવાનેની નિમણૂક કરી છે.