asia-cup-2018-all-you-need-to-know-about-asia-cup
  • Home
  • Sports
  • Cricket
  • Asia Cup 2018: 18 સપ્ટેમ્બરે ભારત રમશે પહેલો મેચ

Asia Cup 2018: 18 સપ્ટેમ્બરે ભારત રમશે પહેલો મેચ

 | 4:42 pm IST

Asia Cup 2018નો રોમાંચ શરૂ થઈ ચુક્યો છે. 15 સપ્ટેમ્બરે યૂએઇમાં શરૂ થઈ રહ્યો છે. જ્યાં ભારત સહીત 6 ટીમો ભાગ લેશે. ભારત સીવાય અફઘાનિસ્તાન, શ્રી લંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગકોંગની ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટમાં ભારત તેનો પહેલો મેચ હોંગકોંગ સામે 18 સપ્ટેમ્બરે રમશે, 19 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમશે. એશિયા કપનો ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. 2016માં Asia Cup ભારતે જીત્યો હતો. આ વખતે ટીમ ઈન્ડીયા રોહિત શર્માની કપ્તાનીમાં મેચ રમશે.

એશિયા કપની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર દુબઇમાં રમાશે. નોંધનીય છે કે, ટૂર્નામેન્ટની બધી મેચો ડે-નાઇટ, જે ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગ્યાથી શરૂ થશે.

ક્યારે ક્યારે જીત્યો Asia Cup ક્યા દેશે

1984માં શારજહામાં રમાયેલો મેચ ભારતે જીત્યો, 1986માં શ્રી લંકામાં રમાયેલો મેચ શ્રી લંકાએ જીત્યો, 1988માં બાંગ્લાદેશમાં રમાયેલો મેચ ભારતે જીત્યો, 1990-91માં ભારત રમાયેલો મેચ ભારતે જીત્યો. 1995માં યૂએઇમાં રમાયેલો મેચ ભારતે જીત્યો,1997માં શ્રી લંકામાં રમાયેલો મેચ શ્રી લંકાએ જીત્યો,2000માં બાંગ્લાદેશમાં રમાયેલો મેચ પાકિસ્તાને જીત્યો. 2004માં શ્રી લંકામાં રમાયેલો મેચ શ્રી લંકાએ જીત્યો. 2008માં પાકિસ્તાનમાં રમાયેલો મેચ શ્રી લંકાએ જીત્યો. 2010માં શ્રી લંકામાં રમાયેલો મેચ ભારતે જીત્યો. 2012માં બાંગ્લાદેશમાં રમાયેલો મેચ પાકિસ્તાને જીત્યો. 2014માં બાંગ્લાદેશમાં રમાયેલો મેચ શ્રી લંકાએ જીત્યો. 2016માં બાંગ્લાદેશમાં રમાયેલો મેચ પાકિસ્તાને જીત્યો.