Asia Cup 2018: Countdown start of India vs Pakistan Super hit match
  • Home
  • Sports
  • Cricket
  • Asia Cup 2018: ભારત vs પાકિસ્તાન સુપરહિટ મુકાબલાનું કાઉન્ટડાઉન થરૂ

Asia Cup 2018: ભારત vs પાકિસ્તાન સુપરહિટ મુકાબલાનું કાઉન્ટડાઉન થરૂ

 | 11:35 am IST

દુનિયાના કોઇ પણ ખૂણામાં ભારત અને પાકિસ્તાનની ભિડંત ક્રિકેટના મેદાન પર હોય તો રોમાંચ ચરમ પર હોય છે. એશિયાની આ બંન્ને શક્તિશાળી ટીમો વચ્ચે સુપરહિટ મુકાબલા માટે તૈયાર થઇ ગયા છે. હાલની ચેમ્પિયન ભારત અને પૂર્વ ચેમ્પિયન પાકિસ્તાનની ટીમ આવતા બુધવારે એશિયા કપમાં એક-બીજા સામે ટકરાશે. આ મુકાબલો સંયૂક્ત અરબ અમિરાત (યૂએઇ)માં થશે. જેથી પાકિસ્તાનને દર્શકોનું વધારે સમર્થન મળશે. ગત કેટલાક વર્ષોથી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે યૂએઇ હોમ ગ્રાઉન્ડ માફક છે.

ટૂર્નામેન્ટમાં ભલે આ વખતે છ ટીમો ભાગ લઇ રહી છે, પરંતુ દર્શકોને સૌથી વધારે ઉત્સુક્તા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની હશે. બંન્ને ટીમો વચ્ચે છેલ્લે મુકાબલો ચેમ્પિયન્સટ્રોફીની ફાઇનલમાં મુકાબલો થયો હતો. ત્યારે પાકિસ્તાને 180 રનનાં અંતરથી જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમ અહિંયા પાકિસ્તાનથી તે મુકાબલાનો બદલો લેવાની તૈયારીમાં હશે. આવામાં તે મેચ ખુબ જ રોમાંચક હોવાની સંભાવના છે.

તમને જણાવી દઇએ કે, ગત 10 મુકાબલામાં ભારતે 6 અને પાકિસ્તાને 4 જીત મેળવી છે.