asia-cup-2018-female-pakistani-fan-has-gone-viral-now-spot-in-india-vs-bangladesh
  • Home
  • Sports
  • Cricket
  • ફરી એક વાર ભારત-બાંગ્લાદેશનો મેચ જોવા આવનાર પાકિસ્તાની ‘બ્યુટીફૂલ ગર્લ’ ચર્ચામાં

ફરી એક વાર ભારત-બાંગ્લાદેશનો મેચ જોવા આવનાર પાકિસ્તાની ‘બ્યુટીફૂલ ગર્લ’ ચર્ચામાં

 | 1:06 pm IST

એશિયા કપ 2018 ભારત-પાકિસ્તાન મેચને લઈને ચર્ચામાં રહ્યો. રોહિત શર્માએ ફટકારેલુ શતક, તો ફખર જમાંનું ઝીરો રન પર આઉટ થઇ જવું તેમજ કેદાલ જાધવની શાનદાર બોલિંગ, હાર્દિક પંડ્યાને કમંરમાં લાગવું યૂજવેનદ્ર ચહલનું પાકિસ્તાની બેટમેનની વાદરી બાંધવી આ બધી ચર્ચાઓમાં સૌથી વધુ ચર્ચામા રહેલી એક યુવતી હતી. પાકિસ્તામનની ટીમને સપોર્ટ કરવા આવતી આ ‘બ્યુટીફૂલ ગર્લ’ સોશિયલ મીડિયામાં છવાયેલી રહી.

ટ્વીટર પર તો આ ‘બ્યુટીફૂલ ગર્લ’ પર ખુબજ ટ્વીટ થઈ હતી. અત્યારે ફરીથી આ યુવતી ચર્ચામાં આવી છે. કારણ કે 21 સપ્ટેમ્બરે યોજાયેલા મેચમાં આ ‘બ્યુટીફૂલ ગર્લ’ ફરી એકવાર દેખાઇ હતી. આ વખતે આ યુવતી પાકિસ્તાન કે અફઘાવિસ્તાનનો મેચ નહી પણ ભારત- બાંગ્લાદેશના મેચને જોવા આવી હતી. એક જ દિવસે અલગ અલગ સ્ટેડિયમ પર પાકિસ્તાન- અફઘાવિસ્તાન અને ભારત- બાંગ્લાદેશના મેચ રમાઇ રહ્યા હતા.

આ પણ વાંચો : એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને રગદોળ્યુ, 8 વિકેટે ભવ્ય વિજય

ભારત -પાકિસ્તાનના મેચમાં પાકિસ્તાનની ટીમને સપોર્ટ કરનાર આ ફેન આ વશતે દુબઈના સ્ટેડિયમમા ભારત- બાંગ્લાદેશના મેચને જોવા આવી હતી.ભારતીય ફેન્સે આ યુવતીને ખુબજ ટ્રોલ કરી છે.

ભારત- બાંગ્લાદેશના મેચમાં આ યુવતી પર કેમેરો ફોકસ થયો અને યૂઝર્સને જાણે કે મોકો મળી ગયો. આ વખતે આ યુવતીએ પાકિસ્તાનનું ટી-શર્ટ પહેર્યુ હતુ. જ્યારે તે બાંગ્લાદેશને સપોર્ટ કરી રહી હતી. આ વાતને લઈને એક વાર ફરી તે ચર્ચામાં આવી છે. ટ્વીટર પર ટ્વીટનો ઢગલો થયો છે.

આ પાકિસ્તાનની યુવતીના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક ફેન્સ જણાવે છે કે પાકિસ્તાાન સરકારે આ યુવતીને ગંભીરતાથી લેવી જોઈએ. કેટલાકે તો મજાક કરી કહ્યુ છે કે આ યુવતીને નાણાં મંત્રી બનાવવી જોઇએ. હાલ સોશિયલ મીડિયામાં આ યુવતીને લઈને ટ્વીટ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: એશિયા કપ : બાંગ્લાદેશનો કારમો રકાસ, ભારતની વિજયકૂચ યથાવત

આપને જાણાવી દઈએકે જ્યારે પાકિસ્તાન મેચમાં આ યુવતી સ્પોટ થઈ ભારતીય ફેન્સે બીસીસીઆઈને અનુરોધ કર્યો હતો કે ભારત-પાકિસ્તાનમાં વધારે મેચનું આયોજન કરવામાં આવે. એક ફેને તો ટ્વીટ કરી લખ્યુ છે કે ભારતે ફક્ત પાકિસ્તાનને હરાવી મેચ પર કબ્જો કર્યો , પણ આ યુવતીએ તો ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ, દિમાગ, કિડની અને કરોડરજ્જુ પર કબ્જો જમાવ્યો છે.

એશિયા કપ 2018માં રોહિત શર્માના કેપ્ટન પદે ભારતું શાનદાર પ્રદર્શન રહ્યુ છે. ભારતે પહેલા મેચમાં હોંગકોંગને 26 રનોથી હરાવ્યુ તો બીજા મેચમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે પરાસ્ત કર્યુ હતુ. ભારતે શુક્રવારે દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં બાંગ્લાદેશને 7 વિકેટથી કારમી હાર આપી છે. 23 સપ્ટેમ્બરે ફરીથી પાકિસ્તાન સાથે મેચ થવાનો છે.