એશિયા કપ : બાંગ્લાદેશનો કારમો રકાસ, ભારતની વિજયકૂચ યથાવત - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • એશિયા કપ : બાંગ્લાદેશનો કારમો રકાસ, ભારતની વિજયકૂચ યથાવત

એશિયા કપ : બાંગ્લાદેશનો કારમો રકાસ, ભારતની વિજયકૂચ યથાવત

 | 4:52 pm IST

એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી સુપર ફોરની મેચમાં બાંગ્લાદેશને ભારતે 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ એશિયા કપમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકા સામે મોટો વિજય મેળવનારી બાંગ્લાદેશની ટીમના ધૂરંધરો ભારતીય બોલર્સ સામે ફાવ્યા નહોતો. ભારતના સ્પિન આક્રમણ સામે તેઓ ટકી શક્યા નહોતા. બાંગ્લાદેશે અત્યંત કંગાળ રમત દાખવી હતી અને ભારતને 173 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેને ભારતે માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થતાં હાર્દિક પંડયા બહાર થઈ ગયો હતો. તેના કારણે ભારતે રવીન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપ્યું હતું. રવીન્દ્ર જાડેજા બાંગ્લાદેશને ભારે પડયો હતો. તેણે ત્રણ વિકેટ ઝડપીને બાંગ્લાદેશના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યું હતું. બીજી તરફ બાંગ્લાદેશે પોતાની ટીમમાં ફેરફાર કરતા મોમિનુલ હક અને અબુ હૈદરની જગ્યાએ મુશ્ફિકુર રહીમ અને મુસ્તાફિઝુર રહેમાનને ટીમમાં સ્થાન આપ્યું હતું. બાંગ્લાદેશ 173 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.

ભારતની હાલમાંમાં 24 ઓવરમાં 2વિકેટના નિક્સાને 106 રન બનાવ્યા છે. રોહિત શર્મા છે.  શિખર ધવન 40 રન બનાવીને આઉટ થયો છે. અંબાતી રાયડુ 13 રન બનાવીને આઉટ થઇ ગયો છે.

સ્પિનરોમાં જાડેજા સૌથી સફળ

ભુવનેશ્વરે મેચની ચોથી ઓવરમાં જ લિટન દાસની વિકેટ ઝડપીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. ઓવરની ત્રીજા બોલે લિટન દાસ શોટ રમવા જતાં કેદાર જાધવના હાથે ઝીલાયો હતો. ઓપનિંગમાં આવેલો નઝમુલ પણ ખાસ રમત બતાવી શક્યો નહોતો અને તેની પછીની ઓવરમાં જ બુમરાહની બોલિંગમાં માત્ર સાત રનના અંગત સ્કોર ઉપર શિખર ધવનના હાથે ઝીલાઈ ગયો હતો. શાકિબ અને મુશ્ફિકુરે બાંગ્લાદેશની ઇનિંગને સાચવવાનો પ્રયાસ કર્યો હતો પણ જાડેજાના સ્પિન આક્રમણ સામે તેઓ ટકી શક્યા નહોતા. શકિબ 17 અને મુશ્ફિકુર 21 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ આવેલા મિથુનને પણ જાડેજાએ એલબી આઉટ કરી દીધો હતો. મિથુન સસ્તામાં આઉટ થતાં એક સમયે બાંગ્લાદેશ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. બાંગ્લાદેશે 65 રને જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

મેહેદીએ રંગ રાખ્યો

ત્યારબાદ મુહમદુલ્લાહ અને મોસાદકે થોડી બાજી સંભાળી અને વધુ 50 રન ઉમેર્યા હતા. 32મી ઓવરમાં ભુવનેશ્વરે 25 રને રમી રહેલા મુહમદુલ્લાહને પેવેલિયન ભેગો કરતા બાંગ્લાદેશે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ જાડેજાએ પછીની જ ઓવરમાં મોસાદેકને પણ ધોનીના હાથે શિકાર બનાવ્યો હતો. આમ બાંગ્લાદેશે 101 રને સાતમી વિકેટ ગુમાવી હતી. બાંગ્લાદેશની લથડેલી બાજીને બચાવવા માટે મેહેદી હસને આક્રમક રમત બતાવી હતી. તેણે 40મી ઓવરમાં બાંગ્લાદેશ માટે પહેલી સિક્સ ફટકારી હતી. હસને સતત ઝડપી બેટિંગ કરવા સાથે મુસ્તાફિઝુર સાથે ભાગીદારી કરીને ટીમ માટે 60 રન જોડયા હતા. તેનો સંઘર્ષ લાંબો સમય ટકી શક્યો નહોતો.

બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. આ મેચમાં ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યાના સ્થાને રવીન્દ્ર જાડેજાને મોકો આપવામાં આવ્યો છે. જાડેજાએ પોતાની છેલ્લી વન-ડે મેચ જુલાઇ 2017માં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ કિંગસ્ટનમાં રમી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશના આ ખેલાડીઓ ભારત માટે બની શકે છે પડકાર

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ. યુજર્દેવ ચહલ અને રવીન્દ્ર જાડેજા.

બાંગ્લાદેશ ટીમ

મશરફે મુર્તઝા (કેપ્ટન), લિટન દાસ, મોસદિક હુસૈન, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, મહમૂદુલ્લાહ, મોહમ્મદ મિથુન, મેંહદી હસન, રૂબેલ હુસૈન, મુસ્તાફિઝુર રહેમાન, અબુ હૈદર, આરિફ હક, મોમિનુલ હક, નઝમુલ હુસૈન, નઝમુલ ઇસ્માલ

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ એશિયા કપમાંથી બહાર

ભારતે પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગને માત આપી હતી તો ત્યાં જ આગલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બાંગ્લાદેશે આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્ય હતું પરંતુ બાદમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર પછી બાંગ્લાદેશની ટીમને નબળી આંકવી ભારત માટે ખતરનાક સાબિત થઇ શકે છે.