asiad-medalist-hima-das-special-welcome-at-guwahati-airport
  • Home
  • Sports
  • Other Sports
  • એશિયાડમાં મેડલોની વણઝાર સર્જનાર હિમા દાસનું એરપોર્ટ પર થયુ ભવ્ય સ્વાગત

એશિયાડમાં મેડલોની વણઝાર સર્જનાર હિમા દાસનું એરપોર્ટ પર થયુ ભવ્ય સ્વાગત

 | 2:37 pm IST

દેશની સ્ટાર ટ્રેક અને ફિલ્ડ મહિલા રમતવીર હિમા દાસ એશિયન ગેમ્સમાં ભાગ લઈ પરત ફરી ત્યારે આસામમાં તેનું ખુબજ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. આસામના ઢિંગમાં જન્મેલી હિમા દાસ ગુપ્તાએ એશિયન ગેમ્સમાં ત્રણ પદક મેળવી દેશનું નામ રોશન કર્યુ છે.

ઇન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં હિમાએ શાનદાર પ્રદર્શન કર્યું 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતી હિમાએ મહિલા 4×400ની મેચમાં દેશને ગોલ્ડ અપાવ્યો, જ્યારે મહિલા 400 મીટર અને મિકસડ 4×400 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો.

એશિયન ગેમ્સ-2018માં ત્રણ ત્રણ મેડલ જીતનાર હિમા દાસ ગુવાહાટી પહોંચતા જ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. હિમા માટે ગુવાહાટી એરપોર્ટ પર એક અલગ પ્રકારનું કારપેટ બિછાવવામાં આવ્યુ જેના પર ટ્રેક બનાવવામાં આવ્યો હતો.

PM મોદી એશિયન ગેમ્સ -2018માં મેડલ જીતનારને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ તમામ મેડલ જીતનાર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. આ પહેલા મહિલા એથલીટ હિમા દાસ સહિત અન્ય ખેલાડીઓની ઇન્ડોનેશિયાથી દિલ્હી પરત ફર્યા ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.