એશિયાડની સિદ્ધિએ હોકીની નિષ્ફ્ળતા, અન્ય દેશોની સફ્ળતાને ઢાંકી દીધી   - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • એશિયાડની સિદ્ધિએ હોકીની નિષ્ફ્ળતા, અન્ય દેશોની સફ્ળતાને ઢાંકી દીધી  

એશિયાડની સિદ્ધિએ હોકીની નિષ્ફ્ળતા, અન્ય દેશોની સફ્ળતાને ઢાંકી દીધી  

 | 2:25 am IST

એશિયન ગેમ્સમાં ભારતે આ વખતે અસામાન્ય દેખાવ કરીને રેકોર્ડ બ્રેક મેડલ જીત્યા. અગાઉ ક્યારેય ભારતે એશિયાડમાં આટલા મેડલ જીત્યા ન હતા. ૨૦૧૦માં ભારતના ભાગે ૬૫ મેડલ આવ્યા હતા, પરંતુ આ વખતે તો આંક ૭૦ સુધી પહોંચી ગયો. ૨૦૧૦માં એમ કહેવાતું હતું કે ઓક્ટોબરમાં ભારતમાં જ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું અને તેમાં દેશને ૧૦૦થી વધુ મેડલ મળ્યા હતા તે સફ્ળતા અને જુસ્સો નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે જાળવી રાખ્યો હતો. આ વખતે ઇન્ડોનેશિયામાં તો ભારતે ખરેખર કમાલ કરી દીધી.

મૂળભૂત રમતો એટલે કે ભારત જેમાં વર્ષોથી સફ્ળતા હાંસલ કરતું આવ્યું છે તેમાં તો તેને મેડલ મળ્યા, પરંતુ બ્રિજ કે ટેબલ ટેનિસ જેવી અન્ય રમતોમાં ભારતે શાનદાર દેખાવ કર્યો. આ ઉપરાંત એવી ઘણી ઇવેન્ટ હતી જેમાં ભારતીય રમતવીરોએ દાયકાઓ બાદ ટાઇટલ જીત્યું હોય. ૧૯૫૧માં નવી દિલ્હી ખાતે સૌ પ્રથમ એશિયાડનું આયોજન થયું હતું. જેમાં ભારતે ૧૫ ગોલ્ડ મેડલ જીત્યા હતા ત્યાર બાદ છેક ૨૦૧૮માં તેના ભાગે ૧૫ ગોલ્ડ આવ્યા હતા.

જોકે નિરાશાજનક બાબત હોકીમાં ગોલ્ડ ગુમાવ્યાની રહી હતી. હોકી ભારતની પારંપરિક રમત છે અને તેમાં એક જમાનામાં ભારતનું વર્ચસ્વ રહ્યું હતું. વર્ષો વીતતા ગયા તેમ આ રમત પર યુરોપિયન દેશોનો પ્રભાવ વધતો ગયો. ગ્રાસ કોર્ટ હોકીને બદલે એસ્ટ્રો ટફ્ર્ આવી ગઈ. જેમાં ભારતની ફવટ ન હતી. નેધરલેન્ડ્સ કે ઓસ્ટ્રેલિયા-જર્મની-સ્પેન તેમાં પારંગત હતા. ભારતની મુશ્કેલી એટલી હદે વધી ગઈ કે હાલના દિવસોમાં ભારતીય હોકી ખેલાડીઓ સ્પેનિશ લીગ અને જર્મની કે નેધરલેન્ડ્સમાં જઈને હોકીની તાલીમ લઈ રહ્યા છે.

ભારતીય હોકી ટીમે ગ્રૂપ તબક્કામાં તો સર્વોત્તમ દેખાવ કર્યો અને ૭૬ ગોલ ફ્ટકારી દીધા. ઇન્ડોનેશિયા કે હોંગકોંગ અને શ્રીલંકા સામે તો તેણે ગોલનો વરસાદ વરસાવી દીધો, પણ ખરા તબક્કે આવ્યા બાદ જ તેનું વહાણ ડૂબી ગયું. મલેશિયા સામે તાતી જરૂર હતી ત્યારે જ ટીમ એક ગોલ કરી શકી નહીં. આ ઉપરાંત છેલ્લી ઘડી સુધી મેચમાં સરસાઈ ભોગવ્યા બાદ અંતિમ મિનિટોમાં ગોલ ધરી દેવાની ભારતની છેલ્લા એકાદ દાયકાથી આવી પડેલી નબળાઈ અહીં પણ છતી થઈ ગઈ અને તેને ગોલ્ડ મેડલથી વંચિત રહેવું પડયું. સંતોષ એ વાતનો કે કટ્ટર હરીફ્ પાકિસ્તાનને હરાવીને તેને બ્રોન્ઝ મળ્યો. પાકિસ્તાનને હરાવો એટલે જાણે વર્લ્ડ કપ જીત્યા હો તેવી લાગણી ભારતવાસીઓને થતી હોય છે અને તેમાં ફઇનલમાં નહીં પહોંચવાની બાબત ભુલાઈ ગઈ.

આવી જ રીતે ભારતે અન્ય રમતોમાં ઉત્તીર્ણ રહીને હોકીની નબળાઈને પણ ઠાંકી દીધી, પણ ભારતીય હોકી સંઘ આ બાબત ભૂલ્યું નથી. ભારતને ફઇનલમાં નહીં પ્રવેશવાનો કે ગોલ્ડ ગુમાવવા કરતાં વધુ અફ્સોસ એ વાતનો રહેશે કે ૨૦૨૦ની ટોક્યો ઓલિમ્પિક્સ માટે તને હવે ક્વોલિફ્કિેશનમાં રમવું પડશે. એશિયાડમાં ગોલ્ડ મળ્યો હોત તો હોકી ટીમને જાપાનની સીધી ટિકિટ મળી ગઈ હોત તેને બદલે હવે છ છ વખતના ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા ભારતને ક્વોલિફઈ થવા માટે રમવું પડશે. એ અગાઉ વર્લ્ડ કપ આવી રહ્યો છે અને હોકી સંઘે ટીમના કોચ હરેન્દ્ર તથા અન્ય સપોર્ટ સ્ટાફ્ને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે વર્લ્ડ કપની નિષ્ફ્ળતા હરેન્દ્ર તથા અન્ય માટે અંતિમ નિષ્ફ્ળતા રહેશે અને તેમને આગળ તક આપવામાં આવશે નહીં.

સ્વાભાવિક છે કે ગ્રૂપ તબક્કામાં ૭૬ ગોલ કરનારી ટીમ મલેશિયા સામે હારી જાય તે વાત આસાનીથી હજમ થાય નહીં અને ટીમ સામે પગલાં તો લેવાય જ. એક હોકી અધિકારીએ તો એવો પણ આક્ષેપ કરી દીધો હતો કે ખેલાડીઓ હંમેશાં સોશિયલ મીડિયા (અને મોબાઇલ)માં જ વ્યસ્ત રહેતા હતા. તેમને એશિયન ગેમ્સ જેવી મહત્ત્વની ઇવેન્ટની ગંભીરતા જ ખબર ન હતી અને તેમનામાં શિસ્તનો પણ સંપૂર્ણ અભાવ હતો. ખરેખર તો ખેલાડીઓએ ભારતના એથ્લેટ્સ, શૂટર્સ તથા બેડમિન્ટન ખેલાડીઓ પાસેથી ઘણું શીખવાની જરૂર હતી. તેઓ શિસ્ત જાળવવામાં સફ્ળ રહ્યા અને તેમને સફ્ળતા મળી.

આ વખતની એશિયન ગેમ્સમાં અન્ય રમતોમાં ભારતની અનન્ય સિદ્ધિઓ અને હોકીની નિષ્ફ્ળતા જ આકર્ષણ રહી અને તેને કારણે અન્ય દેશની જાયન્ટ સફ્ળતાને સાવ ભુલાવી દેવામાં આવી અથવા તો તે ઢંકાઈ ગઈ.

ભારતે સંખ્યાબંધ મેડલ જીત્યા તે ભારતવાસીઓ માટે ગૌરવની વાત હોઈ શકે અને હોવી જ જોઇએ, પરંતુ એશિયામાં વસતિની રીતે બીજા સૌથી મોટા દેશ તરીકે ભારતને આટલા મેડલથી ખરેખર સંતોષ થવો જોઇએ ખરો? ૧૮મી ઓગષ્ટથી બીજી સપ્ટેમ્બર સુધીની આ ઇવેન્ટ દરમિયાન ભારતના મીડિયામાં ક્યાંય અન્ય દેશની કોઈ ચર્ચા જ ન હતી. ભારતે કુલ જેટલા મેડલ જીત્યા છે તેનાથી બમણા તો ચીને ગોલ્ડ મેડલ જીત્યા છે. જાપાને પણ ભારતના કુલ મેડલ કરતાં વધારે ગોલ્ડ જીત્યા છે. ચીનના મેડલનો આંક ૩૦૦ની નજીક પહોંચી ગયો તો જાપાને પણ બેવડી સદી નોંધાવી દીધી હોવા છતાં તેમના ખેલાડીઓ ક્યાંય કોઈ ચર્ચામાં નથી. ભારતમાં ચીન કે જાપાન કે અન્ય દેશના ખેલાડીઓના નામ ત્યારે જ ચર્ચામાં આવ્યા જ્યારે તેમનો મુકાબલો ભારતના કોઈ ખેલાડી સામે થયો અને તેમાંય જો ભારતીય ખેલાડી જીત્યો હોય તો તો જે તે દેશના ખેલાડીને સાવ વામણો પુરવાર કરી દેતાં મીડિયા અચકાયું નથી. ભારત માત્ર પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતે તો તેને મોટી સિદ્ધિ ગણવામાં આવે છે, પરંતુ એ ન ભૂલવું જોઇએ કે પાકિસ્તાન પાસે માત્ર ચાર જ મેડલ છે અને તેમાં એકેય ગોલ્ડ કે સિલ્વર નથી. ખરેખર તો ભારતની સરખામણી અન્ય જાયન્ટ દેશો સાથે થવી જોઇએ.

[email protected]