men hockey 2018, India vs Pakistan, ind vs pak, Asian Games, asiad hockey match, sports
  • Home
  • Sports
  • Cricket
  • એશિયાડ: હોકીમાં ભારતે પાકિસ્તાનને કચડી નાંખ્યું, બ્રૉન્ઝ પર કર્યો કબ્જો

એશિયાડ: હોકીમાં ભારતે પાકિસ્તાનને કચડી નાંખ્યું, બ્રૉન્ઝ પર કર્યો કબ્જો

 | 5:48 pm IST

18મા એશિયાઇ રમતોત્સવમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબ્જો કરી લીધો છે. એશિયન ગેમ્સ 2018માં હવે ભારતના કુલ 69 મેડલ (15 ગોલ્ડ 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ) થઇ ગયા છે. આ મુકાબલામાં ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ બનાવી રાખ્યુ હતું, અને તેને ગોલ કરવાનો કોઇ મોકો આપ્યો નહી. મેચના ચોથા ક્વોર્ટરમાં પાકિસ્તાનની ટીમે 1 ગોલ જરૂરથી કર્યો, પરંતુ ભારતથી બરાબરી કરી શક્યુ નહી.

ભારત માટે આકાશદીપ (ત્રીજી મિનિટ) અને હરમનપ્રીત (50મી મિનિટ)એ કર્યો. પાકિસ્તાનની ટીમને મેચ દરમિયાન 4 પેનલ્ટી કૉર્નર મળ્યા હતા. પરંતુ ભારતીય રક્ષા પંક્તિએ તેમને ગોલ કરવાનો મોકો આપ્યો નહી. પાકિસ્તાનનો એક માત્ર ગોલ ફીલ્ડ હતો. આ ગોલ મેચની 51મી મિનિચે મોહમ્મદ આતિફ કર્યો હતો.

મેચની શરૂઆથમાં જ ભારતે પોતાના ઇરાદા સાફ કરી દીધા હતા અને હજુ મેચની ત્રીજી મિનિટમાં આકાશદીપે પાકિસ્તાનના ગોલ પોસ્ટ પર હુમલો કરતા મેચનો પ્રથમ ગોલ કરી બારતને 1-0ની લીડ અપાવી દીધી. આ પછી પાકિસ્તાને મેચમાં બરાબરીની કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહી.

બીજા ક્વોર્ટરની શરૂઆતમાં પાકિસ્તાને પોતાના પ્રયાસો તેજ કરી નાંખ્યા. ભારતે એક ગોલની લીડ સાથે થોડી સહજ દેખાઇ રહી હતી. આ દરમિયાન પાકિસ્તાની ટીમે બોલ પર નિયંત્રણ બનાવી રાખ્યુ અને ભારતીય ગોલ પોસ્ટ પર હુમલાઓ ચાલૂ રાખ્યા. પરંતુ સંરક્ષણએ સતત આ હુમલાઓને નિષ્ફળ કરી રહી હતી. આ દરમિયાન મેચની 21મી મિનિટમાં પાકિસ્તાનને મોકો મળી ગયો અને તેમણે પેનલ્ટી કોર્નર પર કબ્જો કરી લીધો. અહિંયા પાક ટીમને બે પેનલ્ટી કોર્નર મળ્યા હતાં. પરંતુ ભારતીય ટીમે બંન્ને વખત પોતાના કટ્ટર હરિફને સફળ થવા દીધા નહી અને મેચના હાફ ટાઇમ સુધી 1-0થી લીડ બનાવી રાખી.

ત્રીજા ક્વોર્ટરમાં પાકિસ્તાને વધુ એક વખત ભારતના ડિફેન્સને ભેદવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. પરંતુ મેચમાં પાકિસ્તાનને ગોલ કરવામાં સફળતા મળી શકી નહી. જોકે, ભારતીય ટીમ એક ગોલની લીડ બનાવ્યા બાદ પોતાના પરિચિત શૈલીથી શાંત જ દેખાઇ રહી હતી. આ ક્વોર્ટરમાં પાકિસ્તાનને વધુ 2 પેનલ્ટી કોર્નર મળ્યા હતાં. પરંતુ ભારતીય ડિફેન્સે તેને સફળ થવા દીધા નહી. આમ મેચના આ બંન્ને ક્વોર્ટર પૂર્ણ થયા અને ભારતે પોતાના કટ્ટર હરિફ પર 1-0થી લીડ બનાવી રાખી.