asian-games-2018-neena-varakil-won-silver-in-women-long-jump tc at Rajkot
  • Home
  • Sports
  • AsianGames-2018: સિલવર ગર્લ નીના વરકીલનું રાજકોટ સાથે છે ખાસ કનેક્શન

AsianGames-2018: સિલવર ગર્લ નીના વરકીલનું રાજકોટ સાથે છે ખાસ કનેક્શન

 | 7:18 pm IST

હાલ ઇન્ડોનેશીયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2018માં લાંબી કુદમાં ભારત માટે સિલ્વર મેડલ જિતનાર નીના વરકીલનુ રાજકોટ સાથે કનેક્શન છે. નીના પિતા રાજકોટ રેલવે સ્ટેશનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મહિલા એથ્લીટ નીના વરકીલે લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવી રાજકોટ સહિત દેશભરનું નામ રોશન કર્યું છે.

નીના વરકીલે લાંબી કૂદની સ્પર્ધામાં ફાઇનલ રાઉન્ડમાં 6.51 મીટર લાંબી છલાંગ લગાવીને બીજો નંબર પ્રાપ્ત કરી દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. નીના મૂળ કેરળની વતની છે. 17 ફેબ્રુઆરી 2012માં તેની રાજકોટ રેલવે મંડળમાં નિયુક્તી થઇ હતી. હાલ તે રાજકોટ રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર તરીકેની ફરજ બજાવે છે.

નીના પહેલેથી જ એથ્લીટ છે. 2017માં એશિયન એથ્લેટીક ચેમ્પિયનશીપમાં તેણે લાંબી કૂદ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. સાથોસાથ 2017માં જ ચીનમાં આયોજીત એશિયન બેન્ડ પ્રિક્સ એથ્લેટીક મીટમાં દેશને એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ અપાવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની લાંબીકૂદ સ્પર્ધામાં તેણે 6 વર્ષ સતત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતા.

રાજકોટ રેલવેના ડીઆરએમ પી.બી. નિનાવેએ જણાવ્યું હતું કે, રેલવે અને અમારા સૌવતી નીનાને ખૂબ જ અભિનંદન, અહીંથી પણ તેને પૂરો સપોર્ટ મળતો હતો. અમારાથી બનતો સપોર્ટ કર્યો હતો. તેને પણ હંમેશા પોતાની મહેનત પર વિશ્વાસ હતો. 2012થી રાજકોટમાં નોકરી કરતી હતી.