asian-games-bronze-medal-harish-kumar-road-side-tea-seller
  • Home
  • Sports
  • Other Sports
  • એશિયન ગેમ્સમાં દેશને મેડલ અપાવી પાછો ફરેલો ખેલાડી દિલ્હીમાં વેચવા લાગ્યો ચા

એશિયન ગેમ્સમાં દેશને મેડલ અપાવી પાછો ફરેલો ખેલાડી દિલ્હીમાં વેચવા લાગ્યો ચા

 | 3:48 pm IST

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં ખુબજ સારુ પ્રદર્શન કર્યુ છે. એશિયન ગેમ્સમાં ભારતે 69 મેડલ જીત્યા છે. આમાંથી કેટલાક ખેલાડીઓને તો કરોડોનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આમાંથી કેટલાક ખેલાડીઓ પોતાના જુના કામ પર પરત ફર્યા છે.

ભારતને કાંસ્ય પદક અપાવનાર ખેલાડી હરીશ કુમાર દિલ્હીમાં ચા વેચી રહ્યા છે. ઈન્ડોનેશિયાથી પરત ફરેલ આ ખેલાડીનો પરિવાર મોટો છે. આવક ઓછી છે. 2થી 6 વાગ્યા સુધી ચાર કલાક પ્રેક્ટીસ કરી ચા વેચવાનું કામ કરે છે. હરીશ કુમાર સારી નોકરી કરવાની ઈચ્છા રાખે છે.

હરીશે 2011થી રમવાની શરૂઆત કરી હતી. તેમના કોચ હેમરાજનું આગવુ પ્રદાન છે. તેમના કોચે તેમને સ્પોર્ટ્સ ઓફ ઈન્ડીયામાંથી ફંડ અપાવી કિટ અપાવી રમતની શરૂઆત કરાવી. હરીશ હાલ ખુબજ મહેનત કરે છે દેશને વધારે મેડલ અપાવવા તે વધુ મહેનત કરશે.