એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટ કોણ છે? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટ કોણ છે?

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટ કોણ છે?

 | 12:01 am IST

મહિલા જગત

વિનેશ ફોગાટ નામ સાંભળીએ એટલે આમિરખાનની ફિલ્મ દંગલ યાદ આવી જાય. જેમાં મહાવીર સિંહ ફોગાટની બે પુત્રીઓ ગીતા અને બબીતાની વાત હતી. મહાવીર સિંહને તો બે જ પુત્રીઓ હતી. તો પછી આ વિનેશ ફોગાટ કોણ છે?

સ્ટોરી : એશિયન ગેમ્સમાં સોમવારના દિવસે ૨૦ ઓગષ્ટ ૨૦૧૮ના રોજભારતની કુસ્તીબાજ મહિલા  વિનેશ ફોગાટે જાપાનની યુકી ઈરીને પરાસ્ત કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો એ સાથે જ એશશ્રિયન ગેમ્સમાં ગોલ્ઢડ જીતનારી એ પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. આ અગાઉ વિનેશ ફોગાટ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ૫૦ કિલો વર્ગમાં કેનેડાની જેસિકા મેકડોનાલ્ડને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એક પછી એક સળંગ બે હરીફાઈઓમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર મહિલા કુસ્તીબાજ બની ગઈ છે. અગાઉ ૨૦૧૪માં ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ વિનેશે ગોલ્ડમેડલ જીત્યો હતો. એ રીતે સળંગ બે વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર એકમાત્ર મહિલા પણ બની ગઈ છે.

આટઆટલી સદ્ધિઓ મેળવનાર વિનેશ ફોગાટ મહાવીર સિંહની પુત્રી નથી, ભત્રીજી છે.  મહાવીર સિંહના નાના ભાઈ રાજપાલ સિંહ ફોગાટની પુત્રી છે. તેને પણ મહાવીરસિંહની જેમ પુત્રીને કુસ્તીબાજ બનાવવા બદલ સમાજનો ખાસ્સો વિરોધ સહન કરવો પડયો હતો. જોકે વિનેશે પોતાની કઝિન્સ કરતાં વધારે સારી કુસ્તી શીખીને એમના કરતાં વધારે મેડલ જીતી બતાવ્યા છે. વિનેશે ૨૦૧૩માં નવી દિલ્હીમાં એશિયન રેસલિંગ હરીફાઈમાં મહિલાઓના ૫૨ કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવીને પોતાની સફળતાની યાત્રા શરૂ કરી હતી. એ જ વર્ષે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓના ૫૧ કિલો વર્ગમાં  ફ્રીસ્ટાઈલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એ પછી ૨૦૧૪ની ગ્લાસગો ખાતે યોજાયેલી  કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓના ૪૮ કિલો વર્ગમાં ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. ૨૦૧૫માં દોહા ખાતે યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં  સિલ્વર મેડલ મેળવ્યો હતો. એ પછી ૨૦૧૬માં રિયો ખાતે સમર ઓલિમ્પિક્સમાં ચીનની સુન યાનાન સામે ક્વાર્ટર ફાઈનલ રમતાં વિનેશને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તે કમ્પીટીશનમાંથી બહાર થઈ ગઈ હતી.

વિનેશ ફોગાટે દંગલથી આગળ વધી સુલતાનની સ્ટોરીને અનુસરતાં ગોલ્ડ મેડલ જીત્યા પછી ભૂતપૂર્વ પહેલવાન સોમવીર રાઠી સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે. વિનેશનો પરિવાર અને સોમવીરનો પરિવાર આ લગ્ન માટે તૈયાર છે અને અત્યારે બંને પરિવાર લગ્નની તૈયારીમાં લાગ્યા છે. સોમવીર હરિયાણાના જિંદ જિલ્લાના ગડવાલી ખેડા ગામનો રહેવાસી છે. આ ચેમ્પિયનશિપ પછી બંને વહેલી તકે લગ્ન કરી લેશે.

[email protected]