Asian games silver medal Dutee chand same sex relationship
  • Home
  • Sports
  • Other Sports
  • ભારતને બે સિલ્વર મેડલ અપાવનારી આ મહિલા ખેલાડીનાં છે સમલૈંગિક સંબંધો, પોતે જ કર્યો ખુલાસો

ભારતને બે સિલ્વર મેડલ અપાવનારી આ મહિલા ખેલાડીનાં છે સમલૈંગિક સંબંધો, પોતે જ કર્યો ખુલાસો

 | 1:48 pm IST

એશિયાઈ રમતોમાં ભારતને બે સિલ્વર મેડલ આપનાર મહિલા સ્ટાર ખેલાડી એથલિટ દૂતી ચંદે હાલમાં જ એક મોટો ખૂલાસો કર્યો છે કે જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. એક અખબાર પત્રને જણાવ્યાં અનુસાર દૂતી ચંદે જણાવ્યું કે તે થોડા વર્ષો પહેલાતે સમલૈંગિક સંબંધોમા હતી. તેમજ આગળ કહ્યું કે એ જેની સાશે સંબંધમાં હતી એ બીજી કોઈ નહીં પણ પોતાની જ ગામની એક છોકરી હતી. પરંતુ તે મહિલાનો કોઈ વધારે પરિચય દૂતીએ આપ્યો ન હતો.

દૂતીએ તેના સંબંધો વિશે જણાવતા કહ્યું કે, મને કોઈ એવું મળી ગયું છે કે જે મને જીવથી પણ વધુ વહાલુ છે. મને એવું લાગે છે કે બધાને સંબંધોની સાર્વજનિક રીતે છૂટ મળવી જોઈએ. આગળ કહ્યું કે, મે હંમેશા એવા લોકોની તરફેણ કરી છે કે જે સમલૈંગિક સંબંધોમા રહેવા માંગે છે. આ બધી વ્યક્તિની પોતાની ઈચ્છા છે. જો કે આગળ દૂતીએ એમ પણ કહ્યું કે અત્યારે મારૂ ફોકસ વર્લ્ડ ચૈંપિયનશીપ અને ઓલંપિક પર છે. પરંતુ ભવિષ્યમાં મારે એમની સાથે સેટલ થવું છે.

દૂતીએ આગળ કહ્યું કે મે એલજીબીટી સમુદાયના અધિકારો માટે અવાજ ઉઠાવવાની એટલે હિમ્મત કરી કે પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા IPCની ધારા 377ને ગુનો માનવાથી ઈન્કાર કરી દીધો. મારૂ સપનું હતું કે મારે કોઈ એવા સાથીની જરૂર છે કે મને એક ખેલાડીના રૂપમાં પ્રેરણા આપતું રહે.

દૂતીએ કહ્યું કે હું 10 વર્ષથી રમુ છું અને હજું 5થી 7 વર્ષ દોડતી રહીશ. હું સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે આખી દુનિયા ફરૂ છું. પરંતુ આ સહેલું નથી. મારે કોઈના સાથની જરૂર છે. આ પહેલા 2014માં હાઈપર એન્ડ્રોગેનિજમનાં કારણે એને ભારતમાથી રમવા માટે નિલંબિત કરી દેવામાં આવી હતી. પછી એ નિર્ણય વિરુદ્ધ લડત આપીને ફરિયાદ કરી એટલું જ નહીં પણ જીતી બતાવી ફરીથી વાપસી કરી. ઉલ્લેખનીય છે કે જ્યારે દૂતી પર રમવા માટે બેન હતો ત્યારે બેડમિંટનના મહાન ખેલાડી અને કોચ ગોપીચંદે તેની મદદ કરી હતી. ગોપીચંદે પ્રેક્ટિસ કરાવી અને દૂતીનો પૂરો ખર્ચો ઉઠાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન