SCSમાં ચીનની હરકતોથી ASIAN દેશો લાલઘુમ, આપી આવી ધમકી - Sandesh
  • Home
  • World
  • SCSમાં ચીનની હરકતોથી ASIAN દેશો લાલઘુમ, આપી આવી ધમકી

SCSમાં ચીનની હરકતોથી ASIAN દેશો લાલઘુમ, આપી આવી ધમકી

 | 8:11 pm IST

દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધી રહેલી મનમાની વિરૂદ્ધ આસિયાન દેશોએ એક સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે. આસિયાનના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ કહ્યું છે કે, જે રીતે ચીન આ વિસ્તારને લઈને સતત દાવેદારી નોંધાવી રહ્યું છે, તેને લઈને અન્ય દાવેદારોનો વિશ્વાસ તુટી ગયો છે અને આ વિસ્તારમાં ક્ષેત્રીય તણાવ વધી શકે છે.

સિંગાપુરમાં એક દિવસીય બેઠક બાદ આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જોકે દસ દેશોના બનેલા દક્ષિણપૂર્વી એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (આસિયાન)એ તેના નિવેદનમાં ચીનના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ ચીનને લઈને જ ટિપ્પણી કરવામાં આવી હતી તે સ્પષ્ટ છે.

ઉલ્લેખનીય ચીન લગભગ આખા દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો નોંધાવે છે. અહીં નાના મોટા ટાપુઓને ચીન દ્વીપોનાં તબદીલ કરી રહ્યું છે. આ દ્વીપો પર સૈન્ય ખડકી રહ્યું છે અને અન્ય ઉપકરણો પણ ગોઠવી રહ્યું છે. જ્યાં આસિયાન દેશો મલેશિયા, બ્રુનેઈ, ફિલિપાઈંસ, વિયેતનામ અને તાઈવાન પણ દક્ષિણ ચીન સાગરના આ ટાપુઓ પર પોતાનો દાવો કરે છે. પાડોશી દેશો ચીનની આ હરકતોને લઈને અનેકવાર સખત વિરોધ નોંધાવતા આવ્યાં છે. પરંતુ ચીન તેની આક્રમકતા અને વિસ્તારવાદી નીતિને લઈને પીછેહટ કરવા તૈયાર જ નથી. ચીન પોતાની તાકાત અને વિવિધ રીતે નાના દેશોના વિરોધને દબાવતું આવ્યું છે. પરંતુ આસિયાન દેશોમાં ચીનને લઈને રહેલી ભારોભાર નિરાશા છતી થઈ છે.

સિંગાપુરના વિદેશમંત્રી વિવિયન બાલકૃષ્ણને સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં થઈ રહેલી ગતિવિધિઓ અને ભૂભાગ પર થઈ રહેલી દાવેદારીઓ પર કેટલાક મંત્રીઓએ ભારે ચિંતા વ્યક્ત કરી છે. જેનાથી આ ક્ષેત્રમાં ભરોષાનો અંત આવ્યો છે, તણાવ વધ્યો છે. ભવિષ્યમાં અહીં શાતિ, સુરક્ષા અને સ્થિરતા પર અસર થઈ શકે છે.

ભારત અને અમેરિકા પણ દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાવેદારીનો ભારે વિરોધ અને નૌકાવ્યવહારની સ્વતંત્રતાની માંગણી કરી રહ્યાં છે. અમેરિકા તો અનેકવાર પોતાના યુદ્ધ જહાંજો, બોમ્બર્સ અને ફાઈટર જેટ્સ આ વિસ્તારમાંથી પસાર કરી ચુક્યું. જેને લઈને પણ ચીન વાંધો ઉઠાવે છે.