ASOP online company launched crop top fashion for men
  • Home
  • Lifestyle
  • અડધુ પેટ, અડધી પીઠ દેખાય તેવું પુરુષોનું ટોપ આવ્યું, લોકોએ સ્પોર્ટસ બ્રા જેવું કહ્યું

અડધુ પેટ, અડધી પીઠ દેખાય તેવું પુરુષોનું ટોપ આવ્યું, લોકોએ સ્પોર્ટસ બ્રા જેવું કહ્યું

 | 12:20 pm IST

બધી જ ફેશન યુવતીઓ માટે, પણ યુવકો માટે કંઈ જ નહિ. એવી હંમેશા યુવકોની ફરિયાદ રહેતી હોય છે. ત્યારે હવે યુવકોની આ ચિંતા દૂર કરીને એક કંપનીએ તેમના માટે નવો ઓપ્શન શોધ્યો છે. ASOS નામના બ્રાન્ડ યુવકો માટે ક્રોપ ટોપની ફેશન લઈને આવી છે. આ સમાચાર ચોંકાવનારા છે, પણ તે હકીકત છે.

કંપનીએ તેને એક્સટ્રીમ ક્રોપ ટોપ એવું નામ આપ્યું છે. આમ, તો આ ક્રોપ ટોપને વધારે પડતુ જ ક્રોપ કરાયું છે, પણ ફેશન કરવા માંગતા પુરુષો પર તે સારું લાગે છે. આ ટોપની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે.