Ganpati sthapan Muhurt, know its timing when should bring Ganesha
  • Home
  • Astrology
  • ગણપતિ સ્થાપનના મુહૂર્તોઃ સ્થાપના માટેનો શ્રેષ્ઠ સમય અને ખાસ સંયોગ

ગણપતિ સ્થાપનના મુહૂર્તોઃ સ્થાપના માટેનો શ્રેષ્ઠ સમય અને ખાસ સંયોગ

 | 7:11 pm IST

મહારાષ્ટ્રના પગલે પગલે પણ હવે ગુજરાતમાં પણ ગણેશ મંડળો ભારે ધૂમધામથી ગણપતિ સ્થાપન અને ઉત્સવ મનાવે છે. એરિયા પ્રમાણે ગણપતિ હોય છે જેમ કે અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર જે ગણેશજીની સ્થાપના થાય છે તે શ્યામલ કા રાજા તરીકે ઓળખાય છે એવી જ રીતે અનેક સ્થળે ગણપતિ સ્થાપન કરવામાં આવે છે. ગુજરાતમાં મોટાં શહેરોમાં તમામ મોટી કંપનીઓ કે પેઢીઓમાં ગણપતિ સ્થાપન કરવામાં આવે છે. લોકો પણ હવે મોટી સંખ્યામાં પોતાના ઘરે એક દિવસના ગણપતિ, બે કે ત્રણ કે પાંચ કે દસ દિવસના ગણપતિ તેડે છે. આમ હવે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી થાય છે. જો તમે પણ ગણપતિ તેડતા હોય તો જાણો અહિં ક્યો સમય છે શ્રેષ્ઠ, ક્યારે લાવવા ગણપતિ ક્યારે કરવું સ્થાપન ?

આ ચાર શુભ મૂહર્તમાં શ્રીજીની સ્થાપના કરી શકાશે

ગુરુવારે ગણેશચતુર્થીએ ચાર શુભ મુહૂર્તમાં શ્રીજીની સ્થાપના કરી શકાશે. ગુરુવારે ભાદરવા સુદ ચતુર્થીએ ગણેશચોથ, જૈન સંવત્સરી છે. ચોથ બપોર સુધી છે તેથી બને ત્યાં સુધી ગણપતિનું સ્થાપન સવારે જ કરી લેવું સારું ગણાશે. આમછતાં અહિં બુધવારના શ્રેષ્ઠ મુહૂર્તો આપવામાં આવેલા છે.

મુહૂર્તો
સવારે – 6.26 વાગ્યાથી 7.28 સુધી
સવારે – 9.30 વાગ્યાથી 12.34 મિનિટ સુધી
બપોરે  – 1.36 વાગ્યાથી 2.37 મિનિટ સુધી
સાંજે   – 4.40 વાગ્યાથી 5.41 વાગ્યા સુધી

ગણપતિ સ્થાપના આ ગુરુવારના રોજના શ્રેષ્ઠ મુહૂર્તો છે. આમાં ગણેશ સ્થાપન કરી શકાશે.

ગણેશ ચોથ અને ગુરુવારનો સંયોગ થયો છે. આથી બપોર 12 વાગ્યા પછીના મુહૂર્તો સર્વશ્રેષ્ઠ રહેશે.

સોમવારે ભાદરવા સુદ આઠમે 17 સપ્ટેમ્બરના રોજ ગૌરી વિસર્જન થશે અને 23 સપ્ટેમ્બરના રવિવારે ભાદરવા સુદ ચૌદશે આનંદ ચૌદશ સાથે શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. ત્યારબાદની બીજા દિવસની ચૌદશ વ્રતની પૂનમ હોવાથી તે દિવસે પૂનમ કરવી પડશે.