Assam: 90 percent of #Kaziranga under water #AssamFloods
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: લોકોમાં ગભરાહટ, લાચાર પશુ, જવાનોની મદદ, આસામની સ્થિતિ જોઈ હદય કંપી ઉઠશે

VIDEO: લોકોમાં ગભરાહટ, લાચાર પશુ, જવાનોની મદદ, આસામની સ્થિતિ જોઈ હદય કંપી ઉઠશે

 | 4:27 pm IST

અસમના 33 જિલ્લામાંથી 30 પૂરની ઝપટમાં આવી ગયા છે. રાજ્યના 4157 ગામ ટાપુમાં ફેરવાઇ ગયા છે. 15 લોકોના મોત પૂર અને લેન્ડસ્લાઇડમાં થયા છે. બ્રહ્મપુત્રની લહરના કહેરથી બચવા માટે માણસો અને પ્રાણીઓ બંને સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે. કાજીરંગા નેશનલ પાર્કનો 90 ટકા હિસ્સો ડૂબી ચૂકયો છે. પૂરથી અત્યાર સુધીમાં 42 લાખ 86 હજાર લોકોને અસર થઇ છે.

બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓના પાણીના સતત વધી રહ્યા છે અને અસમના બાકી ભાગને પણ પોતાની ઝપટમાં લઇ રહ્યા છે. કાજીરંગા નેશનલ પાર્કમાં પણ પૂરની વિનાશલીલા ચાલુ છે. ચારેયબજુ પાણી જ પાણી દેખાઇ રહ્યા છે. આ નેશનલ પાર્કમાં સૂકી જમીન શોધવી મુશ્કેલ થઇ ગઇ છે. કાજીરંગા નેશનલ પાર્ક એક શિંગડાવાળા ગેંડા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે પરંતુ હલા આ પાર્કનો 90 ટકા હિસ્સો પૂરમાં ડૂબી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન