Assam government gives big relief to government employees to stay with parents in new year
  • Home
  • Featured
  • આસામ સરકારની મોટી જાહેરાતઃ નવા વર્ષે સરકારી કર્મચારીઓને મળશે આ લાભ

આસામ સરકારની મોટી જાહેરાતઃ નવા વર્ષે સરકારી કર્મચારીઓને મળશે આ લાભ

 | 8:13 am IST
  • Share

  • કર્મચારીઓ માટે આસામ કેબિનેટની નવી જ પહેલ

  • પેરન્ટ્સની સાથે રહેવામાં આ નિયમ કરશે મદદ

  • નૂતન વર્ષે સત્તાવાર 4 રજા ઉપરાંત 2 વધારાની રજા મળશે

માતા-પિતાની સંભાળ માટેની દિશામાં આસામ કેબિનેટે બુધવારે નવી જ પહેલ કરી હતી. કેબિનેટે કર્મચારીઓને નૂતન વર્ષના આરંભથી ચાર દિવસની મળતી સત્તાવાર રજાઓની સાથોસાથ બે વધારાની રજા આપવાની જોગવાઇ કરી છે. નૂતન વર્ષે તમામ પ્રધાનો, અધિકારી અને અન્ય કર્મચારીઓ પોતાના માતા-પિતા કે સાસુ-સસરા સાથે ગુણવત્તાસભર સમય ગાળવા માટે જ આ રજા લઇ શકશે. અર્થાત ૬-૭ જાન્યુઆરીના રોજ કર્મચારીઓ આ વધારાની રજા માત્ર માતા-પિતા કે સાસુ-સસરા સાથે ગુણવત્તાસભર સમય ગાળવાના હેતુને બાદ કરતાં અન્ય હેતુસર નહીં લઇ શકે.

 

શું કહ્યું મુખ્યમંત્રી સરમાએ…

આસામના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે નૂતન વર્ષના આરંભે માતા-પિતાના આશીર્વાદ લઇને કર્મચારીઓને આનંદ આવશે અને રાજ્યની કામગીરી વધુ સારી રીતે કરી શકશે. આસામના મુખ્યપ્રધાને સ્વતંત્રતા દિવસે ઉદ્બોધન કરતાં આ હેતુસરની જાહેરાત કરી હતી.

જો કર્મચારી સેવા નહીં કરે તો થશે દંડ

સર્વાનંદ સોનોવાલ સરકારમાં નાણાપ્રધાન હતા ત્યારે પણ સરમાએ વર્ષ ૨૦૧૮માં જાહેરાત કરી હતી કે જે સરકારી કર્મચારી તેમના આશ્રિત માતા-પિતાની કાળજી લેવામાં નિષ્ફળ જશે તેમના વેતનમાંથી ૧૦ ટકા રકમ સીધી તેમના માતા-પિતાના ખાતામાં જમા થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો