Assam Regiment Singing 'Balduram Ka badan, zameen Ke Niche hai' Song, Video Viral
  • Home
  • Featured
  • 16,240 ફૂટની ઊંચાઇએ ગીત ગાતા સૈનિકોનો વિડીયો વાયરલ, જાણો શા માટે ખાસ છે આ ગીત

16,240 ફૂટની ઊંચાઇએ ગીત ગાતા સૈનિકોનો વિડીયો વાયરલ, જાણો શા માટે ખાસ છે આ ગીત

 | 6:03 pm IST

અસામ રેજિમેન્ટમાં છેલ્લા 70 વર્ષોથી એક ગીત ઘણું જ પ્રચલિત છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અસામ રેજિમેન્ટનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જવાનો આ ગીત ગાઇ રહ્યા છે. આર્મી ડેનાં દિવસે 16240 ફૂટની ઊંચાઇ પર અસામ રેજિમેન્ટનાં જવાનો ભારે ઉત્સાહપૂર્વક ‘બલદૂરામ કા બદન, ઝમીન કે નીચે હૈ; ઔર હમ કો ઉસકા રાશન મિલતા હૈ’ ગીત ગાઈ રહ્યા છે.

16,240 ફૂટની ઊંચાઇએ અને માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં જવાનો આ ગીત ગાઇ રહ્યા છે જેને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. બલ્દૂરામની વાત કરીએ તો તેઓ વર્લ્ડ વૉર-2માં શહિદ થયા હતા, પરંતુ તેમનુ નામ યાદીમાંથી પાછુ નીકાળવામાં આવ્યું નહોતુ અને તેમના ભાગનું રાશન આવતુ રહ્યું. જ્યારે જાપાનનાં સૈનિકોએ અસામ રેજિમેન્ટનો સપ્લાય કટ કરી દીધો ત્યારે બલ્દૂરામનાં આ એક્સ્ટ્રા રાશન સૈનિકોનાં કામે આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન