Assembly budget session from opposition set to corner government on various issues in Gujarat
  • Home
  • Gandhinagar
  • આજથી વિધાનસભાનું બજેટ સત્ર, સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ તૈયાર

આજથી વિધાનસભાનું બજેટ સત્ર, સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ તૈયાર

 | 11:07 am IST

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ જશે. સવારે રાજ્યપાલના પ્રવચનથી સત્રની શરૂઆત થશે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પહેલી બેઠકમાં રાજ્યપાલના પ્રવચન બાદ શોક પ્રસ્તાવ રજૂ થશે. આજની કાર્યવાહી શ્રદ્ધાંજલિ બાદ મુલતવી રાખવામાં આવશે. તેમજ લોકસભા ચૂંટણીને કારણે લેખાનુદાન બજેટ રજૂ કરાશે. ઉલ્લેખનિય છે કે 19 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલ લેખાનુદાન બજેટ રજૂ કરશે.

આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ વખતે મળનારા બજેટ સત્રમાં ફક્ત લેખાનુદાન રજૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

વિધાનસભાના આ સત્રમાં કોંગ્રેસે સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડી છે. વિધાનસભાના ટૂંકા સત્રમાં વિપક્ષ એલઆરડી પેપર લીક કાંડ, ભ્રષ્ટાચાર તેમજ રાજ્યમાં ખેડૂતોને મૂંઝવતા વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સરકાર પણ વિપક્ષને જવાબ આપવા માટે સરકારની સિદ્ધિઓ દર્શાવશે. આ ઉપરાંત વિપક્ષ જે પ્રશ્નો ઉભા કરે તેના જવાબો કેવી રીતે આપવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારજનો માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો શહીદના પરિવારોને ધારાસભ્ય તરીકે મળતો એક એક પગાર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન