Assembly Election Results 2018 : Madya Pradesh, Rajasthan, Telangana, Chhattisgarh, Mizoram
  • Home
  • Election 2019
  • 5 રાજ્યોમાં મતગણતરી: મોદીરાજમાં BJPને સૌથી મોટો ઝાટકો, 3 રાજ્યોમાં ‘Exit’

5 રાજ્યોમાં મતગણતરી: મોદીરાજમાં BJPને સૌથી મોટો ઝાટકો, 3 રાજ્યોમાં ‘Exit’

 | 7:56 am IST

લોકસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ માનવામાં આવી રહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં દિવસ દરમ્યાન કયાં શું સ્થિતિ હતી તેની પળેપળની માહિતી અહીં ઉપલબ્ધ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણીએ યોજાઈ હતી. અહીં 7 ડિસેમ્બરે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશમાં 230, છત્તીસગઢમાં 90, તેલંગાણામાં 119 અને મિઝોરમ કુલ 40 વિધાનસભા બેઠકો પર ચૂંણી યોજાઈ હતી. આ તમામ રાજ્યોમાં ભારે મતદાન થયું હતું. 

જાણો પળેપળની અપડેટ

-કોંગ્રેસની પાસે પૂર્ણ બહુમતીની જાણકારી આપીને કમલનાથે પ્રેસ કોન્ફરન્સ ખતમ કરી છે.

-મધ્યપ્રદેશમાં અડધી રાત્રે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ. કમલનાથ, જ્યોતિરાદિત્ય અને દિગ્વિજય સિંહ હાજર..

-કમલનાથે કહ્યું- મધ્યપ્રદેશમાં અમે પૂર્ણ બહુમત મળી ચૂક્યું છે. આ મધ્યપ્રદેશના વિકાસની શરૂઆત છે.

-કમલનાથે કહ્યું કે અમે રાજ્યપાલને પત્ર લખીને મુલાકાતનો સમય માંગ્યો છે, જેથી અમે પોતાનું બહુમતસાબિત કરી શકીએ.

-કમલનાથે તેને એમપીના લોકો, ખેડૂતો અને યુવાઓની જીત ગણાવી છે.

-મધ્યપ્રદેશમાં 109 સીટો પર કોંગ્રેસ અને 102 સીટો પર બીજેપીએ જીત નોંધાવી છે. બન્ને પાર્ટીઓ 7-7 સીટો પર આગળ ચાલી રહી છે.

-મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બીજેપીએ 100 સીટો જીતવાનો આંકડો પાર કરી લીધો છે. બીજેપી 100 અને કોંગ્રેસ 101 સીટો પર જીત મેળવી ચૂકી છે. 9 સીટો પર બીજેપી, જ્યારે 13 સીટો પર કોંગ્રેસે લીડ બનાવેલી દેખાઇ રહી છે.

-કોંગ્રેસે 88 સીટો પર જીત હાંસલ કરી લીધી છે, જ્યારે 26 સીટો પર પાર્ટી આગળ ચાલી રહી છે. જ્યારે બીજેપી 87 સીટ જીતી ચૂકી છે અને 22 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ મધ્યપ્રદેશમાં બહુમતથી માત્રે બે સીટ દૂર છે.

-મધ્યપ્રદેશમાં કોંગ્રેસ તરફથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ પાસે સમય માંગતા સામે જવાબ મળ્યો હતો, જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચ તરફથી સ્થિતિ સ્પષ્ટ થયા બાદ સમય ફાળવવામાં આવશે.

-મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને આજે રાત્રે સરકાર રચવાનો દાવો રજૂ કરવા માટે સમય માંગ્યો છે. પાર્ટીએ આ મુદ્દે ઇ-મેલ અને ફેક્સ પણ મોકલ્યો છે.

-મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો.. રાજ્યપાલ પાસે મળવાનો સમય માંગ્યો.

-મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહુમતથી લગભગ નજીત, 41 સીટો પર જીત અને 73 પર લીડ, બીજેપી 37 પર જીતી અને 72 પર આગળ ચાલી રહી છે.

બીજેપી કાર્યકર્તાઓએ રાજ્યની ચૂંટણીઓમાં દિવસ-રાત મહેનત કરી છે. હું તેમના કઠિન પરિશ્રમ માટે તેમને સલામ કરું છું. હાર-જીત જિંદગીનો હિસ્સો છે. આજના પરિણામ દેશ અને વિકાસ અને લોકોની સેવા કરવા માટે કઠિન કામ કરવાના અમારા સંકલ્પને વધુ આગળ વધારશે: નરેન્દ્ર મોદી

– કોગ્રેસને જીત માટે શુભેચ્છા. તેલંગાણામાં પ્રચંડ બહુમત માટે કેસીઆરને શુભેચ્છા અને મિઝોરમમાં જીત માટે એમએનએફને શુભેચ્છા: નરેન્દ્ર મોદી

-અમે જનાદેશને વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. હું છત્તીસગઢ, એમપી અને રાજસ્થાનની જનતાને ધન્યવાદ આપું છું કે, તેમણે અમને રાજ્યની સેવાનો મોકો આપ્યો. આ રાજ્યોમાં બીજેપી સરકારોએ લોકોની ભલાઇ માટે તનતોડ મહેનત કરી છે: નરેન્દ્ર મોદી

-મધ્યપ્રદેશમાં બહુમતથી માત્ર બે કદમ દૂર કોંગ્રેસ. કોંગ્રેસે 57 સીટો પર જીત મેળવી છે અને 57 સીટ પર આગળ છે. જ્યારે બીજેપીએ 56 સીટો પર જીત હાંસલ કરી અને 53 પર આગળ છે.

-બીજેપી અધ્યક્ષ અમિત શાહે તેલંગાણામાં જીત માટે ટીઆરએસ અને કેસીઆરને શુભેચ્છા આપી.

-મને લાગે છે કે પરિમાણ આશા પ્રમાણે આવ્યા નથી અને આ અવસર છે કે રોકાવ અને વિશ્વલેષણ કરો કે આવું કેમ થયું. એમપી અને છત્તીસગઢમાં અમે લોકો 15 વર્ષથી સરકારમાં હતા અને અમે સારું કામ કર્યું છે. મને નથી લાગતું કે સત્તા વિરોધી લહર હતી, પરંતુ લોકો સરકાર બદલવા માંગતા હતા: અરૂણ જેટલી (નાણામંત્રી)

-મધ્યપ્રદેશમાં ફરીથી પેચ ફસાયો, બીજેપી 35 પર જીતી, 75 પર આગળ, કોંગ્રેસ 31 સીટ પર જીતી, 82 પર આગળ.

-ભાજપને નડી આતંરિક જૂથબંધી

-રાજસ્થાનમાં પરંપરા પ્રમાણે એક પક્ષ ફરીથી ન જીત્યો

-રાજ્યપાલને મળીને વસુંધરા રાજે આપ્યું રાજીનામું

-રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે રાજીનામું આપ્યું

-એ.કે એન્ટોનીને મધ્યપ્રદેશના નિરીક્ષણ તરીકે નિમાયા

-આવતી કાલે 4 વાગે ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક

-મધ્યપ્રદેશમાં કોંગ્રેસ આવતીકાલે નક્કી કરશે સીએમનું નામ

-મધ્યપ્રદેશમાં કાંટેની ટક્કર યથાવત, કોંગ્રેસ 23 સીટો જીતીને 88 સીટો પર આગળ છે. બીજેપી 24 સીટો જીતીને 87 પર આગળ છે.

– રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો…

-ભલે અમે ચૂંટણી જીત્યા પરંતુ EVMમાં ખામી આંતરરાષ્ટ્રીય સ્તરથી જ છે.

-આર્થિક સ્તરે પણ પીએમ મોદી સાવ નિષ્ફળ ગયા છે.

-EVMમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જ ખામી છે.

-રાફેલ મુદ્દે વડાપ્રધાન સાવ નિષ્ફળ ગયા છે.

-ભાજપને અમે હરાવીશું, પરંતુ દેશમાંથી મુક્ત નહીં કરીએ.

-વિપક્ષ એક છે અને અમે સાથે મળીને તમામ લોકો ચૂંટણી લડીશું.

-અમારી સરકાર બનતા જ અમે ખેડૂતોનું દેવું માફ કરવાની કવાયત હાથ ધરીશું

-ભાજપને આજે અમે હરાવીછે. આગામી 2019ની ચૂંટણીમાં પણ હરાવીશું,

-EVM સાથે છેડછાડ થઇ રહી છે. EVM પર અમારા સવાલ હજી પણ યથાવત છે.

-SP, BSP અને કોંગ્રેસની વિચારધારા એક છે.

-મુખ્યમંત્રીઓને લઇને કોંગ્રેસમાં કોઇ ખેંચતાણ નહીં થાય.

-2019ની ચૂંટણી વડાપ્રધાન અને ભાજપ માટે પડકારરૂપ છે.

-દેશ નોટબંધી, જીએસટીથી ખુશ નથી.

-ત્રણેય રાજ્યોમાં ભાજપે કરેલા કાર્યોને અમે આગળ વધારીશું.

-અમારી વિચારધારાની જીત છે.

-ભાજપ સાથે અમારી માત્ર વિપક્ષની ભૂમિકા રહી છે.

-કોંગ્રેસના કાર્યકરોને દિલથી હું  અભિનંદન પાઠવું છું.

-અમારે હજી ઘણું કામ કરવાનું બાકી છે. વિજય મેળવનારા ઉમેદવારોને મારા અભિનંદન.

-ભાજપના મુખ્યમંત્રીઓએ કરેલા કાર્યોને પણ રાહુલે બિરદાવ્યા હતા.

-બે રાજ્યોમાં અમારી હાર થઇ છે.

-આ જીત ખેડૂતો, યુવા ને બેરોજગાર લોકોની જીત છે.

-તેલંગાણા અને મિઝોરમમાં બનેલી સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

-આ પરિવર્તનનો સમય છે. રાહુલે જીત માટે અભિનંદન પાઠવ્યા. અમે પરિવર્તન લાવવાનો પુરેપુરો પ્રયત્ન કરીશું.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે ફરીથી ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ 13 સીટો પર જીતી અને 98 પર આગળ છે. બીજેપી 15 પર જીત જ્યારે 95 પર આગળ છે.

-મધ્યપ્રદેશમાં ફરીથી બીજેપી આગળ નીકળી છે.

-મધ્યપ્રદેશના ભોપાલમાં ઢોલ વગાડીને જશ્ન મનાવી રહ્યા છે કોંગ્રેસ કાર્યકર્તા

-કાલે તમામ ધારાસભ્યોની સાથે પાર્ટીની ઓફિસમાં મીટિંગ થશે. ત્યારબાદ વેણુગોપાલજી અને હું દરેક લોકોને વ્યક્તિગત રીતે મળીશું. ત્યાર પછી પાર્ટીના હાઇકમાનને ધારાસભ્યની સલાહથી અવગત કરાવવામાં આવશે અને સાંજે બેઠક થશે. અવિનાશ પાંડે, કોંગ્રેસના નેતા

-પ્રદેશમાં બદલાઇ રહ્યા છે રૂઝાન. કોંગ્રસે એક સીટ જીતી અને 12 પર આગળ, બીજેપીએ 6 સીટ જીતી અને 103 પર આગળ

-રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ. કોંગ્રેસે 49 સીટ જીતી અને 48 પર આગળ, બીજેપીએ 26 સીટ જીતી અને 49 પર આગળ

-કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, આ રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી, કાર્યકર્તા, જનતા અને કૌભાંડ વિરુદ્ધ જીત થઇ છે. આ માનવતાની જીત છે. કાલે બે પાર્ટીઓને છોડીને તમામ વિપક્ષી પક્ષોની બેઠક મળી હતી. અમે લોકો સાથે ભેગા મળીને ચૂંટણી લડીશું. અમારો પહેલો ઉદ્દેશ્ય બીજેપીને હરાવવાનો છે અને આજના પરિમાણો આ દિશામાં પહેલું કદમ છે.

-મધ્યપ્રદેશમાં બીજેપી અને કોંગ્રેસની વચ્ચે કાંટેની ટક્કર ચાલું છે. કોંગ્રેસે 112 સીટો, બીજેપીને 110 સીટો પર આગળ છે. બીજેપીને ચાર પર જીત મળી છે.

– ચૂંટણી આયોગે આપ્યા આકડા, મધ્યપ્રદેશમાં કોઇને પણ સ્પષ્ટ બહુમતી ન મળી.

-રાજસ્થાનમાં આવતીકાલે 11 વાગે મુખ્યમંત્રી માટે ધારાસભ્યોની સાથે ચર્ચા વિચારણા કરશે.

– રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી. ત્યારબાદ કોંગ્રેસે રાજસ્થાનમાં બાગી નેતાઓનો આભાર માન્યો હતો.

  • હું રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિયતાથી કામ કરીશ. મેં ઘણા રાજનૈતિક પક્ષો સાથે વાત કરી છે, અમે રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વપૂર્ણ રોલ નિભાવીશું: કેસીઆર, ટીઆરએસ પ્રમુખ
    આ ચૂંટણી મારા નેતૃત્વમાં લડવામાં આવી હતી. ચૂંટણીમાં મળેલી હારની નૈતિક જવાબદારી હું સ્વીકારું છું. તમામ ઉંમર છત્તીસગઢની જનતાનો દેવાદાર રહીશ, ક્યાં ભૂલ થઇ, તેની સમીક્ષા કરવામાં આવશે: રમણસિંહ
  • છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે રાજ્યમાં પોતાની હાર સ્વીકારી છે. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને શુભેચ્છા પાઠવું છું. છત્તીસગઢની જનતાએ સતત 15 વર્ષ મને સેવાનો મોકો મળ્યો, આ મારું સૌભાગ્ય છે.
  • છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે રાજ્યમાં બીજેપીની હારની નૈતિક જવાબદારી સ્વીકારતા રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

-મોદી રાજની ઉલ્ટી ગણતરી શરૂ: કેજરીવાલ

-રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને શુભેચ્છા પાઠવી. આ સિવાય અશોક ગેહલોત અને દિગ્વિજય સિંહને પણ શુભેચ્છા પાઠવી હતી.

– હું રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિયતાથી કામ કરીશ. મેં ઘણા રાજનૈતિક પક્ષો સાથે વાત કરી છે, અમે રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વપૂર્ણ રોલ નિભાવીશું: કેસીઆર, ટીઆરએસ પ્રમુખ

-થોડીવારમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ પ્રેસ કોન્ફરન્સ કરશે.

-રાજસ્થાનમાં કોંગ્રેસને મળેલી જીતના પગલે જયપુરમાં એક મીટિંગ થઇ હતી. જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે, અશોક ગેહલોતને પોતાના અનુભવના કારણે રાજસ્થાનનું સુકાન સોંપવામાં આવી શકે છે.

-પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે, ભાજપના અંતની  શરૂઆત થઇ ગઇ છે. અત્યારથી 2019ની ચૂંટણીને લઇને જનતાએ પોતાનો જનાદેશ દેખાડી દીધો છે.

– જનાઆદેશનું સમ્માન કરતા પાર્ટી અધ્યક્ષ અજિત સિંહે અમારા ધારાસભ્યોને નિર્દેશ આપ્યો છે કે તેઓ સ્થાયી સરકાર બનાવવામાં કોંગ્રેસની મદદ કરે: જયંત ચૌધરી, ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય જનતા દળ

– અમે રાજ્યમાં બીજેપી કે અન્ય કોઇ પક્ષ સાથે મળીને સરકાર નહીં બનાવીએ, કારણ કે અમે ખુદ સરકાર બનાવવામાં સક્ષમ છે. અમે 40માંથી 26 સીટો જીત્યા છે. અમે એનઇડીએ (નોર્થ-ઇસ્ટ) અને એનડીએનો ભાગ છે, પરંતુ અમે કોંગ્રેસ અને યૂપીએની સાથે નહીં જઇએ: જોરામથાંગા, એમએનએફ અધ્યક્ષ

– તેલંગાણાના ટીઆરએસ પ્રમુખ કેસીઆર ગજવેલ વિધાનસભાની સીટ પરથી 50 હજારથી વધારે વોટોના અંતરે જીત્યું છે. જીત્યા બાદ હૈદરાબાદ સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.

– રાજસ્થાનમાં ફરી ઉલટફેર, કોંગ્રેસ આગળ

– રાજસ્થાનમાં ભાજપનો 3 બેઠક તો કોંગ્રેસનો 1 બેઠક પર વિજય.

– રૂઝાન બાદ પરિણામો આવવાનું શરૂ થયું.

– રાજસ્થાન : ઝાલરાપાટણ બેઠક પરથી વસુંધરા રાજેનો 29,000 મતે વિજય. 

– તો બીજી બાજુ છત્તીસગઢના રાયપુર ખાતેના ભાજપ કાર્યાલય પર સન્નાટો.

– 15 વર્ષનો વનવાસ ખતમ થતા છત્તીસગઢમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની શાનદાર ઉજવણી. 

– TRS અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંન્દ્રશેખર રાવનો ગજ્વેલ બેઠક પર 50,000 મતોથી જ્વલંત વિજય.

– મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP) કોંગ્રેસને આપશે સમર્થન. 

– કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધીને મળવા 10, જનપથ પહોંચ્યા. 

– રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પ્રદર્શનથી ઉત્સાહીત કોંગ્રેસ કાર્યકર્તાઓની પશ્ચિમ બંગાળમાં ઉજવણી. 

– છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ કરી ઉજવણી. 

– મિઝોરમમાં ચિત્ર સ્પષ્ટ બન્યું. MNF 25 બેઠકો પર આગળ. કોંગ્રેસ 5 બેઠકો પર આગળ.

– રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર. 

– સરકાર રચવાની યુક્તિમાં લાગી કૉંગ્રેસ. 8 સ્વતંત્ર ઉમેદવારોનાં સંપર્કમાં સચિન પાયલટ. 

– મધ્યપ્રદેશ રૂઝાનોમાં પછડાટ પર બોલ્યા વિજયવર્ગીય, કહ્યું “સંગઠનની પકડ નબળી પડી છે.”

– મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ 110 અને બીજેપી 107 સીટો પર ચાલી રહી છે આગળ. 6 સીટો પર બીએસપી આગળ. સરકાર રચવામાં રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા.

– મિઝોરમમાં કૉંગ્રેસનાં લલ થનહવલા બંને સીટો પરથી હાર્યા.

– વૉટિંગની ટકાવારીને લઇને પણ મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર. અત્યાર સુધી બીજેપીને 41.8 ટકા અને કૉંગ્રેસને 41.1 ટકા વૉટ મળ્યા.

– મધ્યપ્રદેશમાં રસપ્રદ બન્યો ચૂંટણીનો જંગ. બીજેપી 109 અને કૉંગ્રેસ 108 સીટો પર આગળ. 116 છે બહુમત માટેનો આંકડો.

– રાજસ્થાનમાં અન્ય બાજી બગાડી શકે છે. કૉંગ્રેસ 94 અને બીજેપી 80 સીટો પર આગળ ચાલી રહ્યા છે. તો 25 સીટો પર અન્ય આગળ છે. અન્ય સરકારનાં સમીકરણોમાં મહત્વનાં સાબિત થઈ શકે છે.

– રૂઝાનોમાં શિવસેનાએ બીજેપી પર નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, “હું એમ નહીં કહું કે કૉંગ્રેસને જીત મળી છે, પરંતુ આ લોકોનો ગુસ્સો છે. આત્મનિરિક્ષણ થવું જોઇએ.”

– કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે રાજસ્થાનમાં ગઠબંધન સરકાર બનાવવાના આપ્યા સંકેત. સહયોગ માટે સાથે આવનારા દળોનું સ્વાગત. પાર્ટીની જીતનો શ્રેય રાહુલ ગાંધીને. 

– રાજસ્થાનના રૂઝાનમાં ઉલટફેર. કોંગ્રેસ 93, ભાજપ 82 અને 24 બેઠકો પર આગળ.

– છત્તીસગઢમાં મંત્રી રહી ચુકેલા બ્રુજમોહન અગ્રવાલ રાયપુર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી પાછળ.

– તેલંગાણામાં કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ. VVPAT ગણવાની કરી માંગ.

– ભાઈ રાહુલ ગાંધી સૌને સાથે લઈને ચાલે છે. ઈંસાનિયતની મૂરતી છે, જે ભારતની તકદીર પોતાના હાથમાં લેશે. તેઓ ખુબ જ મજબુત છે અને ભાજપનો નવો GTU-ગીરે તો ભી ટાંગ ઉપર : નવજ્યોત સિંહ સિદ્ધુ

– મિઝોરમમાં કોંગ્રેસને કરમતોડ ફટકો, મુખ્યમંત્રી લલથનહવલા ચમ્ફાઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી હારી ગયાં.

– કોને કયું પદ મળશે, તેનો નિર્ણય વિધાયક અને પાર્ટી હાઈકમાંડ કરશે : સીએમ પદ પર સચિન પાયલટ.

– અશોક ગહલોતે કહ્યું – મીડિયા સામે કઈં જ નહીં બોલુ, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી લેશે અંતિમ નિર્ણય.

– રાજસ્થાનમાં મુખ્યમંત્રીના સવાલને અશોક ગહેલોત ટાળી ગયા.

– મધ્ય પ્રદેશની રાઘોગઢ બેઠક પરથી દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહ આગળ.

– રાજસ્થાનમાં ભાજપની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો.

– મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ બંને વચ્ચે જોરદાર ટક્કર. બંને 108-108 બેઠક પર.

રાજસ્થાન : જયપુરમાં ભાજપના કાર્યાલયે કાગડા ઉડ્યાં.

– હેદરાબાદમાં ટીઆરએસના કાર્યકર્તાઓએ શરૂ કરી ઉજવણી. 

– મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ખેમામાં હલચલ, કમલનાથના ઘરે પહોંચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા.

– મધ્ય પ્રદેશમાં ભાજપ 104 બેઠકો પર આગળ, કોંગ્રેસ 115 બેઠકો પર આગળ. કોંગ્રેસ બહુમત તરફ અગ્રેસર

– 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામો વચ્ચે PM મોદીની કૌર કમિટીની બેઠક.

– 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીએ ના આપ્યો કોઈ જ જવાબ.

– અમને આશા છે કે દેશહિત, જનહિતમાં જેટલા પણ કામ છે, તે મામલે સહયોગી દળ મદદ કરે. તીખી ચર્ચા થાય, વિવાદ થાય, પણ સંવાદ તો થવો જ જોઈએ : સંસદ સત્ર પહેલા પીએમ મોદી.

– મધ્ય પ્રદેશમાં બાજી પલટાઈ, રૂઝાનમાં કોંગ્રેસને બહુમત. 

– તેલંગાણામાં ટીઆરએસની ક્લીન સ્વીપ, 85 બેઠકો પર તો કોંગ્રેસ 22 બેઠકો પર આગળ. 

– આ પ્રારંભીક રૂઝાન, અમને સારા પ્રદર્શનની આશા : ગૃહમંત્રી રાજનાથ સિંહ

– મધ્ય પ્રદેશમાં ભાજપ બહુમતના આંકડાથી માત્ર 5 બેઠક જ દૂર.

– મિઝોરમમાં રૂઝાનમાં એમએનએફને 40માંથી 22 બેઠક પર આગળ. કોંગ્રેસને 10 અને 2 પર ભાજપ આગળ. 

– તેલંગાણા : AIMIMના નેતા અકબરૂદ્દીનનો ચંદ્રાયન ગુટ્ટા બેઠક પરથી વિજય

– છત્તીસગઢમાં મુખ્યમંત્રી રમણ સિંહનું કમબેક.

– તેલંગાણામાં ટીઆરએસનો રીતસરનો સપાટો.

– રાજસ્થાન : CM વસુંધરા રાજે ઝાલરા પાટણ બેઠક પરથી 4055 મતોથી આગળ.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કોર ગ્રુપની બેઠક બોલાવી, 10:30 વાગ્યે બેઠક.

– મધ્ય પ્રદેશમાં ભાજપની બઢત, ભાજપ 105 અને કોંગ્રેસ 103 બેઠક પર આગળ. 

– શરૂઆતી રૂઝાનમાં ભાજપ પાછળ રહેતા શેર બજારમાં નિરાશા, 500 અંકનો કડાકો. 

– છત્તીસગઢમાં રાજનાંદગાંવ બેઠક પરથી મુખ્યમંત્રી રમણ સિંહ પાછળ. કોંગ્રેસની કરૂણા શુક્લાને બઢત. અટલ બિહારી વાજપેયીની ભત્રીજી છે.

– મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને પાછળ પાડી ભાજપ આગળ. 

– છત્તીસગઢમાં રૂઝાનોમાં કોંગ્રેસને મળ્યો બહુમત. કુલ 90માંથી 50 બેઠકો પર કોંગ્રેસ આગળ

– મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનાવવાનો ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયએ કર્યો દાવો.

– છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ પાછળ.

– રાજસ્થાનમાં 111 બેઠકોના રૂઝાન આવ્યા સામે. 65 પર કોંગ્રેસ, 43 પર ભાજપ અને 3 અન્ય પર બઢત.

– દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રચવાનો દાવો કર્યો.

– અતિઉત્સાહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ દિલ્હીમાં કોંગ્રેસની પાર્ટી ઓફિસમાં ફટાકડાઓ લઈ પહોંચ્યા.

– મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરની ટક્કર. કોંગ્રેસ 14 અને ભાજપ 13 બેઠકો પર આગળ.

– રાજસ્થાનના જયપુર ખાતેની કોંગ્રેસની ઓફિસ બહાર ફટાકડાઓ તૈયાર રખાયા. 

– તેલંગાણામાં પણ કોંગ્રેસને બઢત : 23 બેઠકો પરના રૂઝાન આવ્યા સામે, 13 બેઠકો પર કોંગ્રેસ, 8 પર ટીઆરએસ અને 2 પર ભાજપને બઢત.

– છત્તીસગઢમાં 17 બેઠકોને લઈને રૂઝાન આવ્યા, 10 પર કોંગ્રેસ, 5 પર ભાજપ અને 2 અન્ય પર આગળ.

– રાજસ્થાનમાં કોંગ્રેસને જોરદાર બઢત : 22 બેઠકો પર આગળ, ભાજપ 9 પર આગળ

– મધ્ય પ્રદેશ : શિવરાજ સિંહ ચૌહાણ બુધની બેઠક પરથી આગળ

– રાજસ્થાન : – રાજસ્થાન : કોંગ્રેસના અશોક ગહેલોત સરદારપુર બેઠક પરથી આગળ

– રાજસ્થાન : ટોંક બેઠક પરથી કોંગ્રેસના સચિન પાયલોટ આગળ

– રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ આગળ.

– છત્તિસગઢમાં સામે આવ્યું પહેલું રૂઝાન, કોંગ્રેસે ખોલાવ્યું ખાતું.

– રાજસ્થાન : ઝાલરા પાટણ બેઠક પરથી વસુંધરા રાજે આગળ

– કોંગ્રેસ કાર્યકર્તાઓએ અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને કર્યો હવન

– મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ બે બેઠકો પર આગળ

– રાજસ્થાનમાં એક સીટ પર ભાજપ આગળ

– પરિણામ પહેલા જ કોંગ્રેસે વિજયી બનનારા ઉમેદવારો માટે છત્તીરગઢના રાયપુરમાં6 હોટલ બુક કરી.

– તમામે તમામ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન