Live : રાજસ્થાનમાં વસુંધરા રાજે તો તેલંગણામાં ફિલ્મ-સ્પોર્ટ્સ સ્ટાર્સે કર્યું મતદાન - Sandesh
  • Home
  • Featured
  • Live : રાજસ્થાનમાં વસુંધરા રાજે તો તેલંગણામાં ફિલ્મ-સ્પોર્ટ્સ સ્ટાર્સે કર્યું મતદાન

Live : રાજસ્થાનમાં વસુંધરા રાજે તો તેલંગણામાં ફિલ્મ-સ્પોર્ટ્સ સ્ટાર્સે કર્યું મતદાન

 | 7:00 am IST

રાજસ્થાન વિધાનસભાની 200 અને તેલંગણા વિધાનસભાની 119 બેઠકો માટે શુક્રવારે એટલે કે આજે થોડીવારમાં મતદાન શરૂ થશે.  રાજસ્થાનમાં સવારે 8 કલાકે અને તેલંગણમાં 7 કલાકે મતદાનનો પ્રારંભ થશે. રાજસ્થાનમાં 4.74 કરોડ મતદારો 2,200 ઉમેદવારોનું જ્યારે તેલંગણામાં 2.80 કરોડ મતદાર 1,821 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરશે. બંને રાજ્યમાં તમામ મતદાનમથકો પર ઈવીએમ અને વીવીપીએટી મશીનોનો ઉપયોગ કરાશે. રાજસ્થાનમાં 52,000 મતદાનમથક ઊભાં કરાયાં છે. દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછું એક મતદાન એવું છે જેમાં તમામ કર્મચારી મહિલાઓ રહેશે. ચૂંટણી પંચ દ્વારા બે લાખથી વધુ ઈવીએમ અને વીવીપીએટી મશીનો ઉપયોગમાં લેવાશે. રાજસ્થાનમાં પહેલી વાર વીવીપીએટી મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેલંગણામાં કુલ 51,796 મતદાનમથકો ઊભાં કરાયાં છે જે 2013ની ચૂંટણી કરતાં 14.25 ટકાનો વધારો દર્શાવે છે. તેલંગણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે જણાવ્યું હતું કે, 106 વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 7થી સાંજે પાંચ સુધી મતદાન ચાલશે જ્યારે નક્સલવાદગ્રસ્ત 13 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન 4 વાગ્યે સમાપ્ત થઈ જશે. તેલંગણામાં 1.60 લાખ કરતાં વધુ ચૂંટણીકર્મચારી તહેનાત કરાયા છે, તે ઉપરાંત સુરક્ષા માટે સીઆરપીએફની 290 કંપની અને એસઆરપીના 30,000 જવાન તહેનાત કરાયા છે. 18,000 સુરક્ષાકર્મચારીઓ અન્ય રાજ્યમાંથી તહેનાત કરાયા છે.

જાણો પળેપળનું અપડેટ :

 

તેલંગાણા : AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કર્યું મતદાન

રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ ઉદયપુરમાં મતદાન કર્યું.

કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ? આ મુદ્દે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું, ચૂંટણીમાં અમારી પાર્ટીને બહુમત મળ્યાં બાદ આ મામલે સાથે બેસીની વાત કરીશું.

તેલંગાણામાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.97 ટકા મતદાન.

રાજસ્થાન : કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુરના વૈશાલી નગરમાં મતદાન કર્યું.

રાજસ્થાનમાં અનેક ઠેકાણે ઈવીએમમાં ખામી સર્જાતા ચિત્તોડગઢ, અજમેર, વિજયનગરમાં ના થઈ શક્યું મતદાન. સરદારપુરમાં પણ એક બુથ પર મતદાન ના થઈ શક્યું.

રાજસ્થાન : ઝાલરાપાટણમાં મતદાન કરવા પહોંચ્યા મુખ્યમંત્રી વસુંધરા રાજે.

ભાજપના નેતા જી કિશન રેડ્ડીએ હૈદરાબાદના કાચીગુડીમાં મતદાન કર્યું.

રાજસ્થાના ઝાલાવરમાં પોલિંગ બુથ ગુલાબી કલરથી સજાવવામાં આવ્યું. અહીં તમામ કર્મચારી પણ મહિલાઓ.

તેલંગાણા : બેડમિંટન સ્ટાર પીવી સિંધૂ અને પૂર્વ બેડમિંટન સ્ટર અને કોચ પુલેલા ગોપીચંદે તેલંગાણામાં મતદાન કર્યું.

તેલંગાણા : જાણીતા અભિનેતા અલ્લુ અર્જુન મતદાન કરવા હૈદરાબાદના જૂબલી હિલ્સ પહોંચ્યા. તમામ કલાકારો લાઈનમાં ઉભા રહીને મતદાન કરતા નજરે પડ્યાં.

તેલંગાણા : જાણીતા ફિલ્મ અભિનેતા અક્કિકેનીએ નાગાર્જુન, તેમની પત્ની-અભિનેત્રી અમાલા અક્કિકેનીએ મતદાન કર્યું.

રાજસ્થાન : રાજ્યના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ મતદાન પહેલા શિવ મંદિરમાં પૂજા કરશે.

નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 13 બેઠકો પર સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન.

તેલંગાણામાં 119 અને રાજસ્થાનમાં 200 બેઠકો માટે મતદાન શરૂ.

*****

રાજસ્થાનમાં સટ્ટાબજાર હવે ભાજપના પક્ષમાં

સટ્ટાબજાર         ભાજપ       કોંગ્રેસ  

ફલૌદી         107-109     71-73

જયપુર                 115-117    65-68

શેખાવતી       ૧૦૩-૧૦૫     ૫૪-૫૬

રાજકોટ        ૧૦૫-૧૦૭     ૬૧-૬૩

કોલકાતા       ૧૧૨-૧૧૪     ૫૭-૫૯

રાજસ્થાન ૨૦૧૮

૨૦૦           વિધાનસભાની બેઠક

૩૪             એસસી માટે અનામત

૨૫             એસટી માટે અનામત

૨,૨૭૪                 કુલ ઉમેદવાર

૪.૭૫ કરોડ    કુલ મતદાર

૨.૨૮ કરોડ    મહિલા મતદાર

૨.૪૭ કરોડ    પુરુષ મતદાર

૫૧,૯૬૫       કુલ મતદાનમથક

તેલંગણા ૨૦૧૮

૧૧૯           વિધાનસભાની બેઠક

૧૯             એસસી માટે અનામત

૧૨             એસટી માટે અનામત

૧,૮૨૧                 કુલ ઉમેદવાર

૨.૬૧ કરોડ    કુલ મતદાર

૧.૨૪ કરોડ    મહિલા મતદાર

૧.૩૭ કરોડ    પુરુષ મતદાર

૩૨,૫૭૪       મતદાનમથક