NIFTY 10,265.65 +98.95  |  SENSEX 33,250.30 +301.09  |  USD 64.4450 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • હિમાચલમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: 9મીએ મતદાન; ગુજરાતની જાહેરાત આવતા સપ્તાહે

હિમાચલમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: 9મીએ મતદાન; ગુજરાતની જાહેરાત આવતા સપ્તાહે

 | 3:53 pm IST

ચૂંટણી પંચે ગુરૂવારના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. રાજ્યમાં એક જ તબક્કામાં 9 નવેમ્બરના રોજ મતદાન થશે અને 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. આ વખતે રાજ્યમાં તમામ પોલિંગ સ્ટેશનો પર VVPATનો ઉપયોગ થશે. દેશમાં હિમાચલ એવું પહેલું રાજ્ય હશે જ્યાં તમામ પોલિંગ સ્ટેશન પર વોટર વેરીફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ (VVPAT) મશીનનો ઉપયોગ થશે. ચૂંટણીની જાહેરાતની સાથે હિમાચલમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ માટે આજે તારીખોની જાહેરા કરી નથી. જોકે એ નક્કી મનાઇ રહ્યું છે કે ગુજરાત ચૂંટણી પણ 18મી ડિસેમ્બરની પહેલાં જ થશે. પરંતુ હજુ તારીખોની જાહેરાત કરાઈ નથી.

– ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણી પંચે જણાવ્યું કે બનાસકાંઠામાં આવેલા પૂરના લીધે ચૂંટણીની તારીખો થોડીક પાછળ કરવાનું કહેવામાં આવ્યું હતું
– 18 ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં યોજાશે ચૂંટણી: કેન્દ્રીય ચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી કમિશ્નર અચલ કુમાર જ્યોતિએ અહીં હિમાચલ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી માટે મોટી તૈયારી કરાઇ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં મોટાપાયા પર અર્ધસૈનિક બળોન તૈનાતી કરાશે.

ચૂંટણી તારીખ
– 16 ઑક્ટોબરથી નોમિનેશન ફાઇલ કરી શકાશે
– 23 ઑક્ટોબર સુધીમાં નોમિનેશન ફાઇલ કરાશે
– 24 ઑક્ટોબર: નોમિનેશન પત્રની તપાસ
– 26 ઑક્ટોબર: નોમિનેશન પાછા ખેંચવાની તારીખ
– 9 નવેમ્બર: રાજ્યમાં વોટિંગ
– 18 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીની મતગણતરી

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત
શું છે VVPAT?
VVPAT એટલે કે વોટર વેરીફાઇડ પેપર ઑડિટ ટ્રાયલ (VVPAT). તેના દ્વારા પ્રિન્ટેડ ચબરખી દ્વારા વોટરને એ માહિતી આપવામાં આવે છે તે તેને જે ઉમેદવારને વોટ આપ્યો છે તે તેને જ મળ્યો છે. આ ચિઠ્ઠીને રેકોર્ડ તરીકે સાચવવામાં આવશે. પેપર ટ્રાયલ દ્વારા EVM પર ઉઠેલ શંકા હટાવાનો એક રસ્તો માનવામાં આવી રહ્યો છે.

ચૂંટણી પંચે હિમાચલ ચૂંટણી માટે રાજ્યના તમામ 7521 પોલિંગ બુથોને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો નિર્ણય કર્યો છે. તમામ પોલિંગ સ્ટેશન પર દિવ્યાંગો માટે સુવિધા હશે. વોટિંગ, નોમિનેશન, અને ચૂંટણી સભાઓની વિડિયોગ્રાફી કરાશે. કાઉન્ટિંગ હોલની પણ વિડિયોગ્રાફી કરાશે.

રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા પણ નક્કી કરી દેવાઇ છે. દરેક ઉમેદવાર ચૂંટણી દરમ્યાન 28 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ચૂંટણી પરિણામની જાહેરાતના 30 દિવસની અંદેર ઉમેદાવારોને ખર્ચથી સંબંધિત પોતાનું શપથપત્ર સોંપવું પડશે. ચૂંટણી પંચની આ વખતે સોશ્યલ મીડિયા પર બાજ નજર રહેશે. પેડ ન્યૂઝ માટે આયોગે જિલ્લા, રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચ લેવલ સુધી ત્રિસ્તરીય કમિટીની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે હિમાચલમાં કૉંગ્રેસની સરકાર છે. તત્કાલીન સીએમ વીરભદ્ર સિંહ 6 વખત રાજ્યના સીએમ રહી ચૂકયા છે. કૉંગ્રેસ આ વખતે પણ વીરભદ્રના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે.