Assistanat of Ab tak Chappan Ravishankar Alok suicide
  • Home
  • Entertainment
  • આસિ. ડાયરેક્ટરે બિલ્ડિંગથી કૂદીને કરી આત્મહત્યા, એક વર્ષથી હતો બેકાર

આસિ. ડાયરેક્ટરે બિલ્ડિંગથી કૂદીને કરી આત્મહત્યા, એક વર્ષથી હતો બેકાર

 | 11:07 am IST

ફિલ્મ અબ તક છપ્પનના આસિસ્ટન્ટ ડિરેક્ટર અને વ્યવસાયે ફિલ્મ સ્ક્રિપ્ટર રાઈટર રવિશંકર આલોકે બુધવારે એક બિલ્ડિંગથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. 32 વર્ષના રવિશંકર સ્ક્રીનપ્લે રાઈટર હતા. તેઓ ગઈકાલે બપોરે બે વાગ્યે એ જ બિલ્ડિંગથી કૂદી પડ્યા, જેમાં તેઓ રહેતા હતા.

તેમની સોસાયટીના વોચમેનએ માહિતી આપી કે, આલોકના માતાપિતા હાલમાં જ તેની સાથે રહેવા આવ્યા હતા, જેના બાદ તેઓ પટના જતા રહ્યા હતા. આલોક મૂળ બિહારના છે. વોચમેનએ એમ પણ કહ્યું કે, આમ તો બિલ્ડીંગની ટેરેસ હંમેશા લોક જ રહે છે, અને તેમને ખબર નહિ કે આલોક ટેરેસ પર કેવી રીતે પહોંચ્યા. સાથે જ એક બિલ્ડિંગના ગાર્ડે ધડામ કરીને આવેલા અવાજની દિશાએ દોડ લગાવી, તો જોયું કે, આલોક રક્તથી લથપથ હતા. જેના બાદ એમ્બ્યુલન્સ અને પોલીસ બોલાવવામાં આવી હતી.

સ્યુસાઈડ નોટ મળી
રવિશંકર પાસે છેલ્લા એક વર્ષથી કોઈ કામ હતું. તેઓ ભાડાના ઘરમાં રહેતા હતા. તેમના ભાઈએ જણાવ્યું કે, રવિશંકર ડિપ્રેશનમાં રહેતા હતા. તેના ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અબ તક છપ્પન 2004માં આવી હતી. ફિલ્મમાં રવિશંકરે ડાયરેક્ટર શિમિત અમીન સાથે કો-ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતુ. નાના પાટેકરની આ ફિલ્મ બહુ જ લોકપ્રિય બની હતી.