વિરાટ કોહલી વિષે ફેમસ જ્યોતિષે કરી આવી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિરાટ કોહલી વિષે ફેમસ જ્યોતિષે કરી આવી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું

વિરાટ કોહલી વિષે ફેમસ જ્યોતિષે કરી આવી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું

 | 9:25 pm IST

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી કિસ્મત આગળ પણ આવી જ રીતે ચમકતી રહેશે અને આવનારા સમયમાં તે ઘણા બધા રેકોર્ડ્સ બનાવશે. કોહલી માટે આ વાત ક્રિકેટમાં પોતાની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા જ્યોતિષ નરેન્દ્ર બુંદેએ કહી છે. બુંદે પાસેથી ઘણા ક્રિકેટર્સ સલાહ લઈ ચૂક્યા છે, જેમાં ગાંગુલી, મુરલી કાર્તિક, એસ.શ્રીસંત, ઝહીર ખાન, ગૌતમ ગંભીર અને સુરેશ રૈના શામેલ છે.

નરેન્દ્ર બુંદેની વાત કરીએ તો તે સચિન ટેંડુલકરનું ઈજામાંથી કમબેક, ભારત રત્ન સન્માન, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કમબેક અને 2011ના વર્લકપ જીતવાની સાચી ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. આ વખતે નરેન્દ્રએ કહ્યું કે, વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા વિદેશની ધરતી પર સફળતા હાંસેલ કરશે. બુંદેએ કહ્યું કે, અત્યાર સુધી મારી બધી ભવિષ્યાણી સાચી પડી છે. હું જોઈ શકું છું કે વિરાટ 2025 સુઘી ટી20 અને વન-ડે વર્લ્ડકપ જીતવાની સાથે સચિનનો 100 સદીનો રેકોર્ડ પણ તોડી શકે છે.

નરેન્દ્ર બુંદે મુજબ, કોહલી આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા વિક્રમો બનાવવાનું ચાલું રાખશે અને જાહેરાત માટે કરાર પણ કરશે જે ભારતીય રમત અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ કોઈએ સાંભળ્યો નહીં હોય. તેમણે હાલમાં ભવિષ્યવાણી કરી છે કે વિરાટ કોહલી 2025 સુધી ટી20 વર્લ્ડકપ અને વન-ડે વર્લ્ડકપ બનવાની સાથે જ સચિન ટેંડુલકરનો 100 સદીનો રેકોર્ડ પણ તોડશે.

પાછલા વર્ષે જ્યારે લોકોએ લીમિટેડ ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાન પર સવાલ ઉઠાવી રહ્યા હતા, ત્યારે નાગપુરના એક જ્યોતષે કહ્યું હતું કે 36 વર્ષના ધોની ઈંગ્લેન્ડમાં યોજાનાર વર્લ્ડકપમાં રમશે. તેમણે કહ્યું કે, ‘વિરાટ આ વર્ષે મોટી જાહેરાત માટે કરાર કરશે.’ આ કરારમાં તેને સચિન કરતા પણ મોટી રકમ મળશે. ’90ના દશકામાં સચિન ટેંડુલકર શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે મેસ્કરેનહાસે સેલિબ્રિટી મેનેજમેન્ટનું મહત્વ બદલતા આ ક્રિકેટ સ્ટાર સાથે કરોડો રૂપિયાનો કરાર કર્યો હતો.’