બપોરે 2.18 કલાકે શપથ લેનાર યોગી આદિત્યનાથ માટે CM પદ ફળશે ખરું? નજર કરો કુંડળી પર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • બપોરે 2.18 કલાકે શપથ લેનાર યોગી આદિત્યનાથ માટે CM પદ ફળશે ખરું? નજર કરો કુંડળી પર

બપોરે 2.18 કલાકે શપથ લેનાર યોગી આદિત્યનાથ માટે CM પદ ફળશે ખરું? નજર કરો કુંડળી પર

 | 6:46 pm IST

ગોરખપુરથી સતત પાંચવાર સાંસદ રહેલા યોગી આદિત્યનાથ આજે આખરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. આજે 19 માર્ચે બપોરે 2 વાગીને 18 મિનિટે તેમણે શપથ ગ્રહણ કર્યા. આ સમયે કર્ક સમયનો ઉદય થઈ રહ્યો હતો. જોકે તેમના જન્મના ચંદ્રમા (કુંભ)થી 6/8ના અશુભ અક્ષ પર છે.

આદિત્યનાથની શપથ ગ્રહણ કુંડળી અને ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થાપના કુંડળીનો સંયુક્ત અભ્યાસ બતાવે છે કે, પ્રદેશમાં ભાજપા સરકારનો રસ્તો ખુબ જ મુશ્કેલીભર્યો સાબિત થશે. કર્ક લગ્ન અને તુલા નવાંશની શપથ ગ્રહણ કુંડળીમાં ઉગ્ર મંગળ દશમ ભાવમાં બિરાજમાન છે. લગ્નેશ ચંદ્રમા નીચ રાશિ વૃશ્ચિકમાં થઈને પંચમ ભાવમાં સ્થિત છે.

યોગી આદિત્યનાથની સરકાર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઝડપથી નિર્ણય લેશે. આવતા થોડા દિવસોમાં અધિકારીઓના ટ્રાન્સફર પણ ઝડપથી થશે. શપથ ગ્રહણ કુંડળીના નવમ ભાવમાં બેસેલ બુધ, સૂર્ય અને શુક્ર પર પડી રહેલી ગુરુની દ્રષ્ટિ ધાર્મિક વિવાદોની તરફ ઈશારો કરી રહી છે.

જૂન મહિનામાં શનિ વક્રી થઈને વૃશ્ચિક રાશિમાં આવતા જ ભાજપના કેટલાક નેતાઓના રામ મંદિર અને ગૌ-વધ પ્રતિબંધ પર વિવાદસ્પદ નિવેદનો પ્રદેશ સરકારને મુશ્કેલીમાં મૂકી શકે છે. બસ આ જ સમયે ત્રિપલ તલાકના મુદ્દે પણ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વિધાનસભામાં કોઈ વિવાદાસ્પદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કુંડળીમાં નવમ અને દશમ ભાવ પર મજબૂત કારક ગ્રહોનો પ્રભાવ પ્રદેશમાં શિક્ષા, સ્વસ્થ અને સાફ-સફાઈ જેવા ક્ષેત્રોમાં તેજીથી સકારાત્મક પરિવર્તન લઈને આવશે. પરંતુ ઉત્તર પ્રદેશની ધનુ લગ્નની સ્થાપના કુંડળીના અનુસાર સરકાર માટે પહેલા બે વર્ષ બહુજ મુશ્કેલ અને ચેલેન્જ ભર્યાં રહેશે.

1 એપ્રિલ, 1937ના મધ્યરાત્રિના સમયે લખનઉમાં સ્થાપિત આ પ્રદેશની ધનુ લગ્નની કુંડળીમાં ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં સ્થિત છે. વર્તમાનમાં ચાલી રહેલ રાહુલમાં ગુરુની વિમશોત્તરી દશા આગામી માર્ચ 2018 સુધી પ્રદેશ સરકાર માટે ચેલેન્જિંગ સમય બતાવી રહ્યો છે.