Astrology 17th November 2018 Rashifal Video
  • Home
  • Featured
  • મંગળ શતતારા નક્ષત્ર પ્રવેશ કરશે, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

મંગળ શતતારા નક્ષત્ર પ્રવેશ કરશે, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, કારતક સુદ નવમી, શનિવાર, તા. ૧૭-૧૧-૨૦૧૮, વીર (જૈન) સંવત : ૨૫૪૫, શાલિવાહન શક : ૧૯૪૦, યુગાબ્દ (કલિ) : ૫૧૨૦, ભારતીય દિનાંક : ૨૬-ર્કાિતક, પારસી માસ : તીર, રોજ : ૩-અરદી બેહેસ્ત, મુસ્લિમ માસ : રબિ ઉલ અવ્વલ, રોજ : ૮, દૈનિક તિથિ : સુદ નવમી ક. ૧૧-૫૫ સુધી, ચંદ્ર નક્ષત્ર : શતતારા ક. ૧૪-૨૬ સુધી પછી પૂર્વા ભાદ્રપદ, ચંદ્ર રાશિ : કુંભ (આખો દિવસ), જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.), કરણ : કૌલવ/તૈતિલ/ ગર, યોગ : વ્યાઘાત ક. ૧૮-૫૯ સુધી પછી હર્ષણ

વિશેષ પર્વ : પંચક. રંગ અવધૂત જયંતી (નારેશ્વર). અક્ષય નવમી. હરિ નવમી. કુષ્માંડ નવમી. રવિયોગ આખો દિવસ. * બુધ વક્રી ક. ૦૭-૦૩થી. * મંગળ શતતારા નક્ષત્ર પ્રવેશ. * ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ. * ચંદ્ર-નેપ્ચ્યૂનની યુતિ. * કૃષિ જ્યોતિષ : હવામાનમાં બુધ તથા શુક્રની અસરો વધુ અનુભવાય છે, કારણ કે તે બંને ગ્રહો ‘આંતરિક ગ્રહ’ ‘ઇનર પ્લેનેટ’ મનાય છે. ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ વાતાવરણમાં શીતળતા તથા વાયુ પ્રસાર પવનની ગતિ વધુ સૂચવે છે. બાગાયતમાં તથા ઔષધી ખેતીમાં આ બાબતે કાળજી રાખવી. રોજિંદા પરચૂરણ કાર્યો તથા યંત્ર-ઓજારની મરામત-માવજત માટે અનુકૂળ દિવસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન