Astrology 19th May 2019 Daily Horoscope Rashifal Video
  • Home
  • Featured
  • વિંછુડો અને નારદ જયંતી, જાણો કેવો રહેશે દરેક રાશિના જાતકોનો રવિવાર

વિંછુડો અને નારદ જયંતી, જાણો કેવો રહેશે દરેક રાશિના જાતકોનો રવિવાર

 | 7:00 am IST

તા. ૧૯/૫/૨૦૧૯, રવિવાર,વિંછુડો, નારદ જયંતી, ઉત્તર ભારત-રાજસ્થાનમાં ર્પૂિણમાંત જ્યેષ્ઠ માસ શરૃવિક્રમ સંવત રાશિ ૨૦૭૫, વૈશાખ વદ એકમ, રવિવાર તા. ૧૯-૫-૨૦૧૯.

મેષ રાશિ રુકાવટો અને સમસ્યાઓનો ધીરજથી સામનો કરી આખરે રાહતનો દમ ખેંચી શકશો. વિવાદ અટકે. લાભદાયી તક.વૃષભ રાશિ મનની શાંતિ ડહોળાઈ ન જાય તે માટે કાર્યરત અને વ્યસ્ત રહો. પ્રવાસ ફળે. ખર્ચ વધે.મિથુન રાશિ આપના અગત્યના પ્રશ્નોને હલ કરવાની દિશા ખૂલે. મિત્ર-કુટુંબીજનો અંગે સંવાદિતા. પ્રવાસ.

કર્ક રાશિ આપની મનની મુરાદને બર લાવવા તમારે કાર્યશીલ રહેવું પડશે. ખર્ચ પર કાબૂ રાખજો. વિવાદનો પ્રસંગ.સિંહ રાશિ મહત્ત્વનાં કામકાજોને આગળ ધપાવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી બને. તબિયત સાચવજો.કન્યા રાશિ કેટલાક અગત્યના પ્રશ્નો આડે જણાતાં વિઘ્નો દૂર થાય. ચિંતાનું સમાધાન મેળવી શકશો.તુલા રાશિ આપના કઠિન સંજોગો હોય કે મુશ્કેલીના પહાડ દેખાતાં હોય ઈશ્વરની કૃપા મળતાં તમે રાહત અનુભવી શકશો. ખર્ચ પર કાબૂ રાખજો.

વૃશ્વિક રાશિ વ્યર્થ દોડધામ અને મહેનત કરવા કરતાં જરૃરી આયોજનપૂર્વક ચાલવાથી શક્તિ બચે ને લાભ વધે.ધન રાશિ મહત્ત્વની કામગીરીઓને આગળ ધપાવવાની તક સર્જાય. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા. નાણાભીડ રહે.મકર રાશિ ગજા બહારના કામ કે ખર્ચ ન કરવા સલાહ છે. તણાવમુક્તિ માટે ધીરજ-બાંધછોડ જરૃરી રાખજો.કુંભ રાશિ ‘સબૂરી’ એ મંત્ર સાર્થક થતો જણાશે. કૌટુંબિક બાબત અંગે સુધારો. આરોગ્ય સચવાય.મીન રાશિ આપના માર્ગ આડેના કોઈ અવરોધ હશે તો તમે તેને પાર કરી લક્ષ તરફ આગળ વધી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન