Astrology 21st May 2019 Rashifal Daily Horoscope Video
  • Home
  • Featured
  • સૂર્ય-બુધની બહિર્યુતિ, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ

સૂર્ય-બુધની બહિર્યુતિ, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ

 | 7:00 am IST

તા. ૨૧/૫/૨૦૧૯, મંગળવાર, વિષ્ટિ (ભદ્રા) ક. ૧૩-૨૬થી ૨૫-૪૧, સૂર્ય-બુધની બહિર્યુતિ, સૌર ગ્રીષ્મ ઋતુનો ઉત્તરાર્ધ શરૃ, વિક્રમ સંવત : ૨૦૭૫, વૈશાખ વદ ત્રીજ, મંગળવાર તા. ૨૧-૫-૨૦૧૯.

મેષ રાશિ સંજોગો કઠિન જણાય કે સામા પવને ચાલવાનું હોય તમારા પ્રયત્નો છોડશો નહીં. ઈશ્વર જરૃર મદદરૃપ થશે.વૃષભ રાશિ આપના નકારાત્મક વલણને બદલીને ચાલવાથી સંજોગો વધુ અનુકૂળ થતાં જણાશે. સ્નેહી-મિત્રની મદદ ઉપયોગી. મિથુન રાશિ નાણાકીય પ્રશ્નો અને વ્યવસાયિક ચિંતાનો ઉકેલ મેળવવા ધીરજ વધુ જરૃરી છે તે ન ભૂલશો.

કર્ક રાશિ આપના હાથમાં આવતી તકો અને મદદોનો કુનેહથી ઉપયોગ કરી શકશો. તમારા મિત્રો અને કુુટુંબીઓનો સહકાર.સિંહ રાશિ માનસિક તણાવને વધતો અટકાવવા ઉતાવળ અને જીદ છોડવા પડે. આર્થિક ચિંતા ઉકેલી શકશો.કન્યા રાશિ આપના નસીબ આડેનું પાંદડું હટવાની રાહ જોયા વિના આળસ હટે તે જોઈ કાર્ય કરવાથી લાભ મેળવી શકશો.તુલા રાશિ આપની સામાજિક-વ્યવસાયિક જવાબદારીઓનો બોજ વધતો લાગે. ખર્ચના પ્રસંગો જણાય. પ્રવાસની તક મળે.

વૃશ્વિક રાશિ આપના અગત્યના કામકાજો અંગે સાનુકૂળતા સર્જાય. આરોગ્ય સાચવજો. કુટુંબ ક્લેશ નિવારજો.ધન રાશિ આપના મનની મુરાદોને બર લાવવા ગણતરીપૂર્વક ચાલી સમાધાનકારી બનવાથી સફળતા મળે. પ્રવાસ.મકર રાશિ ઇચ્છાઓને ફળીભૂત થતી જોઈ શકશો. સ્વજન-મિત્રનો સાથ રહે. નાણાકીય કટોકટી.કુંભ રાશિ મહત્ત્વની બાબતો અંગે નિર્ણય લઈ શકશો. પ્રગતિની દિશા ખૂલે. સગાં-વહાલાંથી મનમેળ.મીન રાશિ ખર્ચ-વ્યયના પ્રસંગો વધી પડેે નહીં તે જોતાં રહેજો. અગત્યની તક મળે. ફળદાયી કાર્યરચના.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન