Astrology Ahmadabad vadaj ram mandir video
  • Home
  • Featured
  • દર્શન કરો અમદાવાદના નવા વાડજના રામ મંદિરના – Video

દર્શન કરો અમદાવાદના નવા વાડજના રામ મંદિરના – Video

 | 5:06 pm IST

સનાતન ધર્મના તમામ તહેવારોમાં જે મુખ્ય મનાય છે એવુ પાવન પર્વ એટલે દિવાળી. આસો વદ અમાસના આ દિવસે આપને દર્શન કરાવીશુ અમદાવાદના નવા વાડજમાં નિર્મિત અમરનાથ મહાદેવ મંદિરના. આમ તો મૂળ અહિં મહાદેવજીની સ્થાપના કરાઈ છે. પરંતુ મંદિર સંકુલમાં નિર્મિત ભવ્ય રામ મંદિરનો મહિમા પણ લોકમુખે રમે છે.સુંદર કોતરણીથી શોભતુ પ્રભુ શ્રી રામનું આ ધામ કેન્દ્ર છે ભક્તોની આસ્થાનું અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું. અહિં ગર્ભગૃહમાં ભાઈ લક્ષ્મણ, દેવી સીતા તથા પરમભક્ત હનુમાન સંગ મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામ.

સનાતન ધર્મના શાસ્ત્રોમાં કહેવાયુ છે કે ત્રેતાયુગમાં જ્યારે લંકાપતિ રાવણનો વધ કરી શ્રી રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે તમામ નગરવાસીઓએ હજારો દિવડા પ્રગટાવી ભગવાનનું સ્વાગત કર્યુ હતુ. તેથી જ દિવાળી પર્વની પરંપરાનો આરંભ થયો છે. માટે જ દિવાળીનો અવસર અશુભ પર શુભની વિજયનો, અધર્મ પર ધર્મના જયકારનો પર્વ છે.