આ સમયે કરેલી રતિક્રિયાથી પ્રાપ્ત થાય છે ઉત્તમ સંતાન - Sandesh
NIFTY 10,553.55 -11.75  |  SENSEX 34,390.00 +-37.29  |  USD 66.0500 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ સમયે કરેલી રતિક્રિયાથી પ્રાપ્ત થાય છે ઉત્તમ સંતાન

આ સમયે કરેલી રતિક્રિયાથી પ્રાપ્ત થાય છે ઉત્તમ સંતાન

 | 4:00 pm IST

સનાતન ધર્મમાં તો રતિક્રિયાને અવશ્યંભાવી અનુષ્ઠાન ગણાવામાં આવ્યું છે. તેના માટેના ઉચિત અને અનુચિત સમય વિશે પણ જાણકારી આપવામાં આવી છે

કહેવાય છે ને કે ગર્ભાવસ્થામાં માતા જે કંઈ કરે તેની અસર બાળકને થતી હોય છે. બાળકને સારા સંસ્કાર મળે તે માટે ગર્ભસંસ્કાર પણ કરવામાં આવે છે. પરંતુ બાળકના સંસ્કાર અને તેના ગુણ કેવા રહેશે તેનો આધાર તેનો ગર્ભમાં જન્મ કયા સમયે થયો છે તેના પર પણ રહેલો છે. કારણ કે રતિક્રિયા અને ધર્મ વચ્ચે પણ ખાસ સંબંધ છે. ધર્મશાસ્ત્રોમાં સમાગમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં તો રતિક્રિયાને અવશ્યંભાવી અનુષ્ઠાન ગણાવામાં આવ્યું છે. તેના માટેના ઉચિત અને અનુચિત સમય વિશે પણ જાણકારી આપવામાં આવી છે. તેમાં પણ સંતાનોત્પત્તિ માટે કયો સમય યોગ્ય હોય છે તેના વિશે પણ જાણકારી મળી આવે છે.

સંતાનના આગમનથી વંશ આગળ વધે છે, તેવામાં એ જાણવું જરૂરી હોય છે કે કયા સમયમાં રતિક્રિયા કરવાથી વિશેષ ફળદાયી રહે છે. ધર્મશાસ્ત્ર જણાવે છે કે રાત્રિનો પ્રથમ પ્રહર રતિક્રિયા માટે સૌથી વધારે ઉચિત રહે છે. આ સમયના સમભોગ બાદ જે સંતાન ઉત્પન્ન થાય છે તેને ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સંતાન ધાર્મિક, અનુશાસિત, સંસ્કારી, માતા-પિતાને પ્રેમ કરનાર અને યશસ્વી બને છે. તેનું ભાગ્ય પણ પ્રબળ હોય છે.

પ્રથમ પ્રહર પછી રાક્ષસ ગણ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળા હોય છે. તે સમયની રતિક્રિયાથી જે બાળક જન્મે તેમાં રાક્ષસ સમાન ગુણ હોય છે. તે અધર્મી, અવિવેકી અને સત્યથી દૂર રહેનાર થાય છે. રાત્રિનો પ્રથમ પ્રહર એટલે કે 12 વાગ્યા સુધીનો સમય. અન્ય પ્રહરમાં કરેલી રતિક્રિયાથી શારીરિક, માનસિક ઉપરાંત આર્થિક કષ્ટ સહન કરવું પડે છે.