Astrology Bhadravi Mela in Ambaji, today is the fifth day
  • Home
  • Videos
  • અંબાજીમાં ભાદરવી મેળાનો આજે પાંચમો દિવસ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

અંબાજીમાં ભાદરવી મેળાનો આજે પાંચમો દિવસ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

 | 6:03 pm IST

ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી છે. અંબાજી તરફ જયઘોષના નાદથી ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડ્યુ છે. બોલમારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી તરફના રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. ભાદરવી મેળાના પાંચમાં દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ માના દર્શન કરવા પહોંચ્યો છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો ગણેશ વિસર્જનનું રહસ્ય !!! આવો જાણીએ

4 દિવસમાં 15.95 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા..પદયાત્રીઓને અગવડતા ન પડે તે માટે ઠેર ઠેર સેવા કેમ્પો ચાલી રહ્યા છે. મેડિકલ સુવિધા, ચા-પાણી તથા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ભક્તોની પુરી પાડવામાં આવી રહી છે. 4 દિવસમાં મંદિરમાં 650 ગ્રામ સોનાની ભેટ મળી છે. ભંડાર અને ગાદીમાં 1.04 કરોડની આવક થઇ છે.