Astrology bhakti Ahmadabad kalyanpushti haweli video
  • Home
  • Featured
  • દર્શન કરો અમદાવાદના વસ્ત્રાપુરમાં નિર્મિત કલ્યાણપુષ્ટી હવેલીના

દર્શન કરો અમદાવાદના વસ્ત્રાપુરમાં નિર્મિત કલ્યાણપુષ્ટી હવેલીના

 | 11:08 am IST

આપણા શાસ્ત્રોમાં ભક્તિના નવ પ્રકાર કહેવામાં આવ્યા છે, જેમાંનુ એક પ્રકાર છે પ્રેમલક્ષણા ભક્તિ. પરમપિતા શ્રી હરિ વિષ્ણુના બાળ સ્વરુપને પ્રેમથી પૂજવાનો સંદેશ આપે છે પુષ્ટિમાર્ગ. ત્યારે આજે આપને દર્શન કરાવીશુ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણપુષ્ટી હવેલીના. જેમાં બિરાજીત છે યમરાજાની બહેન યમુનાજી..કલ્યાણ પુષ્ટિ હવેલીમાં શ્રી હરિ વિષ્ણુને આરાધ્ય માનતા આ સંપ્રદાયને વૈષ્ણવ સંપ્રદાય કહે છે. જેનું પ્રાચીન નામ ભાગવત ધર્મ તરીકે પણ જાણીતુ છે. આ સંપ્રદાયની સ્થાપના જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કરી હતી. જેઓ હિંદુ ધર્મના પાંચ મુખ્ય આચાર્યોમાંના એક છે. તમામ વૈષ્ણવો માટે શ્રી કૃષ્ણની હવેલી અનન્ય તીર્થધામ સમાન છે.

ષશ્ઠપીઠાધિશ્વર પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી ધ્વારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી કલ્યાણપુષ્ટી હવેલી વસ્ત્રાપુરમાં વર્ષ દરમિયાન અનેક વિધ ઉત્સવોની ભાવપૂર્વક ઉજવણી થાય છે. વિશેષ કરીને શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ, જન્માશ્ટમી, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રાસોત્સવ, દિવાળી, ચોપડાપૂજન, અન્નકૂટ ઉત્સવ અને શ્રી કલ્યાણરાયજી પ્રભુનો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.