Bhavishyavani : astrology child name namkaran Vidhi
  • Home
  • Astrology
  • બાળકનું નામકરણ કરતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહિં તો પડશે મુશ્કેલી

બાળકનું નામકરણ કરતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહિં તો પડશે મુશ્કેલી

 | 11:51 am IST

સામાન્ય રીતે બાળકના જન્મના છઠ્ઠા દિવસે તેનું નામ પાડવામાં આવે છે. આ વિધિને છઠ્ઠી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે વિધિના લેખ લખવા માટે વિધાતા આ દિવસ પસંદ કરે છે. અને તેનું ભાગ્ય કેવુ છે તે લેખ લખે છે જેને આપણે વિધિના લેખ કહીએ છીએ. બાળકના જન્મ પછી તે 6 દિવસ જ્યાં રહ્યું હોય તે કક્ષને શુદ્ધ કરી ત્યાં નામકરણ સંસ્કારની વિધિ થાય છે. ઘરની દરેક વસ્તુને ધોયા અને સાફ કર્યા પછી આ પૂજા કરવામાં આવે છે કારણ કે તેનું ખાસ મહત્વ હોય છે.

ઉલ્લેખનિય છે કે વિલિયમ્સ સેક્સપિયરે કહ્યું હતુ કે નામમાં શુ રાખ્યુ છે ? પણ બધુ જ નામમાં જ છે. આનુ ઘણુ મહત્વ છે. આપણું નામ રાખવું એ આપણા હાથમાં નથી હોતુ. તેથી આપણા બાળકનું નામ શું હોવુ જોઈએ તે અંગે વિચારવુ જોઈએ. નામ પરથી જ બાળકનું ભવિષ્ય નક્કી થાય છે. સારુ નામ બાળકની પ્રગતિ માટે સારુ હોય છે. તેના કારણે નામ રાખો ત્યારે કેટલીક કાળજી રાખવી જોઈએ.

બાળકના નામકરણ પાછળનું મનોવૈજ્ઞાનિક તથ્ય પણ છે. માનવામાં આવે છે કે બાળકને જે નામથી બોલાવવામાં આવે તેનો પ્રભાવ તેના વ્યક્તિત્વ પર પણ પડે છે. તેથી જ બાળકનું નામ તેના જન્મના નક્ષત્ર અને રાશિના શબ્દો પરથી જ પાડવામાં આવે છે. નામની પસંદગી પણ એવી કરવામાં આવે છે જેનો કોઈ અર્થ નીકળતો હોય.

આપણા હિંદૂ ધર્મમાં સોળ સંસ્કારનું ખુબજ મહત્વ રહેલું છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આ સંસ્કાર કરવામાં આવે છે. હિંદૂ ધર્મમાં બાળકના જન્મ પછી સૌથી પહેલા નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. બાળકનો જન્મ જે નક્ષત્રમાં થયો હોય છે તે અનુસાર તેનું નામ પસંદ કરવામાં આવે છે. ત્યારપછી પરીવારના તમામ સભ્યો અને સ્વજનો એકત્ર થઈ અને વિધિવત બાળકનું નામ પાડે છે.

નામકરણ સંસ્કારથી બાળકને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે. નામકરણ સૂતક પૂર્ણ થયા પછી જ કરવામાં આવે છે. પરાશર મૃહૃયસૂત્રમાં જણાવાયું છે કે, ‘દશમ્યામુત્થાપ્ય પિતા નામ કરોતિ’. જો કે ઘણા લોકો બાળકનું નામ સવા વર્ષે અથવા તો નિર્ધારિત કરેલા મહીનાઓ પછી પણ પાડે છે. બાળકના નામકરણ સંસ્કારમાં તેને મધ ચટાડીને તેને મધુરભાષી થવાના, ભાગ્યશાળી હોવાના આશીર્વાદ આપી તેનું નામ કાનમાં બોલવામાં આવે છે. ત્યારપછી પહેલીવાર બાળકને દીવો અથવા સૂર્યના દર્શન કરાવવામાં આવે છે.

નામ રાશિ મુજબ રાખવુ છે કે નહી તે નક્કી કરી જો રાશિ મુજબ રાખવુ તો જન્મ સમય પ્રમાણે રાશિ ચોક્ક્સ કરો. બહુ લાંબા કરતા ટૂંકૂ નામ પસંદ કરો વધુમાં વધુ ચાર અક્ષરવાળુ પસંદ કરવુ. નામ જો અર્થપૂર્ણ હોય તો વધુ સારુ. મોર્ડન નામ કે અંગ્રેજી નામ પસંદ કરતા પહેલા તેના અર્થ અને શક્ય અપભ્રંશ વિશે વિચારી લેવુ.

બાળકનુ નામ મુકતા પહેલા તેનો રાશી ચાર્ટ, લગ્ન રાશિમુજબ, જન્મ તિથિ મુજબ, ભાગ્યાંકમુજબ, અંકશાસ્ત્રમુજબનું નામ રાખવું. એ વ્યક્તિ માટે કાયમ સારુ ગણાય છે. એક સારુ નામ, એ બાળકનું સારુ શિક્ષણ, શારીરિક વિકાસ, અને આગળ જતા સારા સ્વાસ્થ્યવર્ઘક ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય છે. તેના કારણે નામ મુકતી વખતે સાવધાની રાખવી જોઈએ.

આ વીડિયો પણ જુઓઃ નિત્યાનંદ આશ્રમનો પર્દાફાશ, જુઓ ‘EXCLUSIVE LIVE’ દ્રશ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન