Confused about the date of Janmashtami, this day will have to be kept fast
  • Home
  • Astrology
  • 23 કે 24? જાણો ક્યારે છે જન્માષ્ટમી, આ દિવસે રાખો ઉપવાસ

23 કે 24? જાણો ક્યારે છે જન્માષ્ટમી, આ દિવસે રાખો ઉપવાસ

 | 1:03 pm IST

જન્માષ્ટમીના ઉપવાસને લઇને ઘણા લોકો મૂંઝવણની સ્થિતિમાં રહે છે. આ વખતે પણ આ મૂંઝવણ છે કે ઉપવાસ 23 ઓગસ્ટ શુક્રવારે કરવો કે 24 ઓગસ્ટ શનિવારે કરવો યોગ્ય રહેશે. તેનું એક મોટું કારણ છે કે આઠમની તિથિનો આરંભ 23 તારીખે સવારે 8 વાગ્યે 9 મિનિટ પર થઇ રહ્યો છે. જ્યારે રોહિણી નક્ષત્રનો આરંભ 24 તારીખની સવારે 3 વાગ્યે 48 મિનિટ પર પૂર્ણ થાય છે. જોકે, રોહિણી નક્ષત્ર વ્યાપિની અષ્ટમી તિથિએ જ જન્માષ્ટમીનો ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણકે શ્રીમદ ભગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણનો અવતાર ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિ, બુધવાર, રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં સંચાર દરમિયાન અડધી રાતે થયો હતો. પરંતુ આવો સંયોગ આ વર્ષે બની રહ્યો નથી.

અનેક જ્યોતિષો અને શાસ્ત્રકારોએ આ પ્રકારની સ્થિતિમાં વ્રતને લઇને કહ્યું છે કે જે દિવસે મધ્યરાત્રિમાં આઠમની તિથિ હોય છે તે દિવસથી જન્માષ્ટમીનો ઉપવાસ રાખી શકાય છે. ધર્મસિંધુ નામના પુસ્તક અનુસાર, કૃષ્ણ જન્માષ્ટમી નિશિથ વ્યાપિની ગ્રાહ્યા! પૂર્વ દિન એવં નિશીથ યોગો પૂર્વા! એટલે તે દિવસે રાત્રે આઠમની તિથિ નિશિથ વ્યાપિની હોય તે દિવસે જ જન્માષ્ટમીનો ઉપવાસ રાખવો જોઇએ. આ પરંપરા અનુસાર ગૃહસ્થ લોકો સદીઓથી તે દિવસના ઉપવાસ કરતા આવ્યા છે. જે દિવસે દિવસમાં સાતમ અને રાતે આઠમની તિથિ હોય છે.

જન્માષ્ટમીનો દુર્લભ સંયોગ

આ દુર્લભ સંયોગ હોય છે જ્યારે મધ્યરાત્રિમાં આઠમ તિથિ દરમિાન રોહિણી નક્ષત્ર પણ રહેલા હોય છે પરંતુ આ વખતે પણ જન્માષ્ટમી પર ઘણા દુર્લભ સંયોગ બનેલા છે જે શુભ ફળદાયી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે મધ્યરાત્રિમાં ચંદ્રમા વૃષભ રાશિમાં ઉપસ્થિત હતો. આ વર્ષે પણ ચંદ્રમા તેજ રીતે સ્થિત હશે જેમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ના સમયે હતો. આ દિવસ મધ્ય રાત્રિમાં લગ્નમાં રોહિણી નક્ષત્ર ઉપસ્થિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં ગૃહસ્થો માટે 23 તારીખે જન્માષ્ટમીનો ઉપવાસ રાખવો શાસ્ત્રસમ્મત છે.

મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. જેથી અંહી આઠમ વ્યાપિની નવમીના દિવસે વ્રત પૂજનની પરંપરા રહી છે. જેથી મથુરા વૃંદાવનમાં 24 ઓગસ્ટે ઉપવાસ અને પૂજા કરવામાં આવશે.

2019 કૃષ્ણ જન્માષ્ટમી મૂહૂર્ત
આઠમ તિથિનો આરંભ 23 ઓગસ્ટ 8 વાગ્યે 9 મિનિટ
આઠમ તિથિ સમાપ્ત 24 ઓગસ્ટ 8 વાગ્યે 32 મિનિટ

જન્માષ્ટમી પૂજન મૂહૂર્ત 23 ઓગસ્ટ નિશીથ કાળ રાત 12 વાગ્યે 2 મિનિટથી 12 વાગ્યે 46 મિનિટ સુધી. આ સમયે રાત્રે ભગવાનના બાળ સ્વરૂરની પૂજા, હિંચકો નાખવો, ચંદ્રમાને અર્ધ્ય આપવું અને જાગરણ કરવુ દરેક પ્રકારથી શાસ્ત્ર સમ્મત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન