NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સોમવારનો દિવસ કેવો રહેશે આપના માટે જાણવા કરો ક્લિક

સોમવારનો દિવસ કેવો રહેશે આપના માટે જાણવા કરો ક્લિક

 | 10:14 am IST

મેષ : અંત:કરણમાં અજંપો અનુભવાય. કાર્યલાભ વિલંબિત લાગે. વિવાદથી દૂર રહેજો. પ્રવાસ અંગે સાનુકૂળતા.
વૃષભ : આપના મનની મૂંઝવણ દૂર થતી જણાય. આશાસ્પદ સંજોગ જણાય. મુલાકાત ફળે.
મિથુન : આરોગ્ય જળવાતું લાગે. અકસ્માતથી સંભાળવું. જાવક વધતી લાગે. નોકરી-ધંધામાં પ્રગતિની તક મળે.
કર્ક : ધીમેધીમે પ્રગતિનો અહેસાસ થાય. મહેનતનું ફળ મળે. સ્નેહીનો સહકાર મળે. વ્યવસાયિક કાર્ય સફળ થાય.
સિંહ : આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. સામાજિક પ્રસંગ. ચિંતા દૂર થાય. સ્નેહીથી મિલન.
કન્યા : ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાય. પરિસ્થિતિ સુધરતી જણાય. તબિયત સચવાય.
તુલા : કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકશો. નોકરી-ધંધામાં તણાવ દૂર થાય. પ્રવાસની તક મળે તે ઝડપી લેજો.
વૃશ્ચિક : સમસ્યા હોય તો દૂર થાય. આર્થિક પ્રશ્ન હલ થાય. પ્રવાસ ફળે. મહત્વની મુલાકાત સફળ થાય.
ધન : આપના મનનાં ઓરતાં અધૂરાં રહેતા જણાય. વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકશો. વિલંબ-વિઘ્નનો પ્રસંગ હોય તો દૂર થાય.
મકર : આપના પ્રયત્નો સફળ બનતાં જણાય. લાભની તક ઝડપી લેજો. કૌટુંબિક બાબતથી આનંદ.
કુંભ : સામાજિક-વ્યાવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય. સ્વજનથી સહકાર. સંપત્તિના કામમાં ગૂંચ રહે.
મીન : મુશ્કેલીને પાર કરી શકશો. ખર્ચ-વ્યયના પ્રસંગ. સામાજિક કાર્ય થઈ શકે. મિત્રો-ભાગીદારથી મતભેદ રહે.

પંચાંગ

કાલાષ્ટમી, વિંછુડો ક. ૦૯-૦૯ સુધી, સૂર્ય સાયન મેષ રાશિમાં, વિષુવ દિન, વસંત સંપાત દિન
વિક્રમ સંવત : ૨૦૭૩, ફાગણ વદ સાતમ. સોમવાર, તા. ૨૦-૩-૨૦૧૭.

દિવસનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. કાળ, ૩. શુભ, ૪. રોગ, ઉદ્વેગ, ૬. ચલ, ૭. લાભ, ૮. અમૃત.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. રોગ, ૩. કાળ, ૪. લાભ, ૫. ઉદ્વેગ, ૬. શુભ, ૭. અમૃત, ૮. ચલ.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૪૫ ૭-૩૩ ૧૮-૫૦

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૮.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૮.
ભારતીય દિનાંક : ૨૯-ફાલ્ગુન.
પારસી માસ : આવાં.
રોજ : ૬-ખોરદાદ.
મુસ્લિમ માસ : જમાદિ ઉલ આખર.
રોજ : ૨૦.
દૈનિક તિથિ : વદ સાતમ ક. ૦૮-૨૦ સુધી.
ચંદ્ર નક્ષત્ર : જ્યેષ્ઠા ક. ૦૯-૦૯ સુધી પછી મૂળ.
ચંદ્ર રાશિ : વૃશ્ચિક ક. ૦૯-૦૯ સુધી પછી ધનુ.
જન્મ નામાક્ષર : વૃશ્ચિક (ન.ય.), ધનુ (ભ.ધ.ઢ.ફ.).
કરણ : બવ/બાલવ/ કૌલવ.
યોગ : વ્યતિપાત ક. ૨૯-૩૬ સુધી પછી વરિયાન.

વિશેષ પર્વ : કાલાષ્ટમી. વિંછુડો ક. ૦૯-૦૯ સુધી. * સૂર્ય સાયન મેષ રાશિમાં પ્રવેશ. વિષુવ દિન. સૂર્ય ઉત્તર ગોલમાં પ્રવેશ. આજથી વસંત ઋતુનો ઉત્તરાર્ધ શરૃ થાય છે. * ખગોળ : ચંદ્ર-શનિની યુતિ. શનિ ૩ અંશ દક્ષિણે. * મંગળ ભરણી નક્ષત્રમાં પ્રવેશ. * કૃષિ જ્યોતિષ : સૂર્યનો ઉત્તર ગોલ પ્રવેશ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનો વિશેષ પ્રકાશ-પ્રભાવ સૂચવે છે. જમીનની માવજત-ખેતર પાળાની રક્ષણની કામગીરી કરવાની સલાહ છે. સવારે ક. ૦૯-૦૯ (વિંછુડો ઊતર્યા પછી) કૃષિકાર્યો માટે શુભ મુહૂર્ત ગણાય. રાહુકાળ : દિવસે ક. ૦૭-૩૦ થી ૦૯-૦૦