વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારે રહેવું સાવધાન, જાણો કેવા રહેશે રાશિના હાલ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારે રહેવું સાવધાન, જાણો કેવા રહેશે રાશિના હાલ

વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારે રહેવું સાવધાન, જાણો કેવા રહેશે રાશિના હાલ

 | 5:45 pm IST

મેષ : આપના કાર્યમાં સફળતા મેળવી શકશો. માનસિક તાણ-ચિંતા દૂર થાય. ખર્ચ વધશે.
વૃષભ : નાણાભીડનો ઉકેલ મળે. ચિંતાનાં વાદળ વિખેરાય. ગૃહજીવનમાં પ્રસન્નતા રહે.
મિથુન : આપના પ્રયત્નોનું ફળ મેળવી શકશો. તબિયત અંગે અસાવધાની ન રાખવી. પ્રવાસ.
કર્ક : ધીમેધીમે સાનુકૂળતા સર્જાય. વિઘ્નને પાર કરી શકશો. વધુ પ્રયત્નો જરૂરી બને.
સિંહ : માનસિક ચિંતા દૂર થાય. આરોગ્ય સુધરે. ખર્ચનો પ્રસંગ. પ્રવાસની તક મળે.
કન્યા : સમસ્યાના જાળામાંથી બહાર આવી શકશો. સ્નેહી-મિત્રથી મિલન. ખર્ચ વધે.
તુલા : ધીરજની કસોટી થતી લાગે. નાણાકીય તંગી જણાય. ગૃહજીવનના પ્રશ્ન ઉકેલી શકશો.
વૃશ્ચિક : લાભની તક સરી પડતી લાગે. વ્યાવાયિક ટેન્શન જણાય. તબિયત સુધરતી લાગે.
ધન : અગમચેતી-જાગૃતિ જરૂરી બને. અંધારે આગળ ન વધશો. વિઘ્ન જણાય.
મકર : મહત્વની સમસ્યાનો ઉકેલ આવતો લાગે. ગૃહવિવાદ અટકાવજો. તબિયત સાચવજો.
કુંભ : આપના નોકરી-વ્યવસાયની વ્યસ્તતા વધે. ફળ વિલંબિત થાય. વિવાદથી દૂર રહેજો.
મીન : આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે. ઉદ્વેગના પ્રસંગ. ખર્ચ-વ્યય વધતા જણાય.

પંચાંગ

પારસી જમશેદી નવરોજ, જૈન વર્ષીતપ શરૂ, શુક્રનો લોપ-અસ્ત પિૃમે
વિક્રમ સંવત : ૨૦૭૩, ફાગણ વદ આઠમ. મંગળવાર, તા. ૨૧-૩-૨૦૧૭.

દિવસનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. ઉદ્વેગ, ૩. ચલ, ૪. લાભ, ૫. અમૃત, ૬. કાળ, ૭. શુભ, ૮. રોગ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. લાભ, ૩. ઉદ્વેગ, ૪. શુભ, ૫. અમૃત, ૬. ચલ, ૭. રોગ, ૮. કાળ.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૪૪ ૭-૩૨ ૧૮-૫૦

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૮.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૮.
ભારતીય દિનાંક : ૩૦-ફાલ્ગુન.
પારસી માસ : આવાં.
રોજ : ૭-અમરદાદ.
મુસ્લિમ માસ : જમાદિ ઉલ આખર.
રોજ : ૨૧.
દૈનિક તિથિ : વદ આઠમ ક. ૧૦-૩૨ સુધી.
ચંદ્ર નક્ષત્ર : મૂળ ક. ૧૧-૫૧ સુધી પછી પૂર્વાષાઢા.
ચંદ્ર રાશિ : ધનુ (આખો દિવસ).
જન્મ નામાક્ષર : ધનુ (ભ.ધ.ઢ.ફ.).
કરણ : કૌલવ/તૈતિલ/ ગર.
યોગ : વરિયાન ક. ૩૦-૦૧ સુધી પછી પરિઘ.

વિશેષ પર્વ : પારસી જમશેદી નવરોજ. * જૈન વર્ષીતપ શરૂ. * શુક્રનો લોપ (અસ્ત) પિૃમ દિશામાં. * ખગોળ : ચંદ્ર પરમ દક્ષિણ ક્રાંતિ. * સ્વામિનારાયણ સંપ્રદાય જેતલપુરમાં શ્રી રેવતી-બળદેવજી- હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ. * કૃષિ જ્યોતિષ : ગંજબજારનો અભ્યાસ વધારીને માલ વેચાણની કામગીરી ગોઠવી શકાય. યંત્ર-ઓજાર- મશીનરીની મરામત-માવજત માટે યોગ્ય દિવસ. રાત્રે આકાશમાં મધ્યરાત્રિ સુધી (ચંદ્રની ગેરહાજરીમાં) અવલોકન કરવાની સલાહ છે. તેલીબિયાં-રૂ- કપાસમાં સુધારા તરફી હવામાન જણાય. રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦