NIFTY 9,710.80 -109.45  |  SENSEX 31,213.59 +-317.74  |  USD 64.1300 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • બુધવાર કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો રાશિફળ

બુધવાર કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો રાશિફળ

 | 7:50 pm IST

મેષ : અંતરાયને પાર કરી શકશો. વિરોધીની કારી ચાલે નહીં. ટૂંકા પ્રવાસ થાય.
વૃષભ : માનસિક પ્રસન્નતા જણાય. કાર્ય સફળ થતાં જણાય. આર્થિક બોજો હળવો થાય.
મિથુન : મનની મુરાદ બર આવે. આપના પ્રયત્નો ફળતા લાગે. અગત્યના કામ આગળ વધે.
કર્ક : તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળે. પ્રણયનો પંથ કઠિન બને. સંતાન અંગે ચિંતા રહે.
સિંહ : આર્થિક પ્રશ્ન મૂંઝવે. સંપત્તિના કામ આગલ વધતાં લાગે. શુભાશુભ દિવસ.
કન્યા : માનસિક સમસ્યા અનુભવાય. કૌટુંબિક કામ થાય. પ્રવાસ અંગે ખર્ચ રહે.
તુલા : સાનુકૂળતા બાદ અવરોધ જણાય. ગૃહજીવનમાં ચકમક જણાય. મિત્રો ઉપયોગી થાય.
વૃશ્ચિક : આપની મૂંઝવણ દૂર થાય. નવીન તક મળે. તબિયત અંગે દાર્યું ન થાય. ખર્ચ રહે.
ધન : અગત્યના કામમાં અવરોધ. આર્થિક સમસ્યાનો હલ મળે. સ્નેહીથી મતભેદ જણાય.
મકર : લાભ કરતાં વ્યય વધશે. મનની મુરાદ બર ન આવે. બીમારીનો ઉકેલ મળે.
કુંભ : ધીરજની કસોટી થતી જણાય. ખર્ચ-ખરીદી રહે. નાણાકીય તકલીફનો ઉકેલ મળે.
મીન : અગત્યના કામમાં સફળતા મળે. સંપત્તિના કામ સફળ થાય. મિલન-મુલાકાત થાય.

પંચાંગ

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૬-૧૮ ૭-૦૬ ૧૯-૦૦

કાલાષ્ટમી, સૂર્ય સાયન વૃષભમાં, સૌર ગ્રીષ્મ ઋતુ શરૂ, સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ
વિક્રમ સંવત : ૨૦૭૩, ચૈત્ર વદ આઠમ. બુધવાર, તા. ૧૯-૪-૨૦૧૭.

દિવસનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. અમૃત, ૩. કાળ, ૪. શુભ, ૫. રોગ, ૬. ઉદ્વેગ, ૭. ચલ, ૮. લાભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ઉદ્વેગ, ૨. શુભ, ૩. અમૃત, ૪. ચલ, ૫. રોગ, ૬. કાળ, ૭. લાભ, ૮. ઉદ્વેગ.

વીર (જૈન) સંવત : ૨૫૪૩.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૯-ચૈત્ર.
પારસી માસ : આદર.
રોજ : ૬-ખોરદાદ.
મુસ્લિમ માસ : રજ્જબ.
રોજ : ૨૧.
દૈનિક તિથિ : વદ આઠમ ક. ૨૮-૨૬ સુધી.
ચંદ્ર નક્ષત્ર : ઉત્તરાષાઢા ક. ૨૪-૨૦ સુધી પછી શ્રવણ.
ચંદ્ર રાશિ : મકર (આખો દિવસ).
જન્મ નામાક્ષર : મકર (ખ.જ.).
કરણ : બાલવ/કૌલવ/ તૈતિલ.
યોગ : સિદ્ધ ક. ૧૩-૫૨ સુધી પછી સાધ્ય.

વિશેષ પર્વ : કાલાષ્ટમી. * સૂર્ય સાયન વૃષભમાં પ્રવેશ ક. ૨૬-૫૮. સૌર ગ્રીષ્મ ઋતુ શરૂ. * સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ. * ચંદ્ર-બુધનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : ભારતનું ઋતુચક્ર સૂર્યના સાયન રાશિ ભ્રમણને અનુસરે છે તેથી આજથી આપણે ત્યાં સૌર ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે. આંબાવાડિયામાં કેરીની માવજત તથા રાયણ-ગુંદા- કેરડાં વગેરે વીણવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય. જરૂર જણાય ત્યાં હળખેડ, રોપણી, કાપણી, લણણી, નીંદામણ માટે શુભ દિવસ. એરંડા બજારમાં કાળજી રાખવી. કંદમૂળમાં બજાર નીચું જઈ શકે તેવા યોગ ગણાય. રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦